________________
Dી ઉડી
પાઈ છે.' શ શબ્દનો અર્થ રાજા થાય છે. ( ઇલ-ઇશ ) ઇલેશ એટલે “ઇલ રાજા '. અને ઇલેપુર ઉપરથી કાળક્રમે ઘસાઈને એલિચપુર થયું હોય એમ સ્થાનિક લોકોની સંભાવના છે. પરંતુ સોધન કરીને હમણું નિર્ણિત કર્યું છે કે “એલિચપુરનું મૂળ નામ અલપુર જ હતું. અચલપુરના કાળક્રમે અચલપુર વગેરે અપ ભ્રંશ થઈને હમણાં એલિપુર બોલાય છે.
આ અગલપુરની ગોદીએ ઇંલરાજ સં. ૧૧૧૫ માં આવ્યો હતો. વિદર્ભ (વાડ )માં વસતા ક્ષત્રિય રાજાઓ ભેજકુળના હતા અને તેથી ચંદ્રવંશીય જ હતા એમ પણ ઇતિહાસકારો જણાવે છે. એટલે સરવાળે ભાવવિજય ગણીએ જણાવેલી બધી વાતો મળી રહે છે.
જ
પદ્માવતીદેવીએ ભાવવિજયજી ગણીને જે જણાવ્યું છે કે “ શ્રી પાલરાજા અંત– રિક્ષપાર્શ્વનાથ ભગવાનને ગાડામાં થાપીને લઈને આવતા વડના ઝાડ નીચે આવ્યાં. ત્યાં પાછું વાળીને જોવાથી પ્રતિમા આકાશમાં અદ્ધર થઈ ગઈ. રાજાએ તે પ્રતિમા પધરાવવા સુંદર મંદિર બંધાવ્યું, પરંતુ આ પ્રતિમા
સ્થાપવાથી આ જિનાલય સાથે મારું નામ પણ કાયમ થઈ જશે. આ જાતનું રાજાને અભિમાન–કીર્તિલાલસા થવાથી તેમાં ભગવાનના પ્રતિમાજી પધાર્યા નહીં.” આ વાત પણ બરાબર મળી રહે છે. અંતરિક્ષ-શિરપુર ગામની પાસે જ બહાર એક બગીચો છે કે જે આપણા જૈનમંદિરના જ તાબામાં છે.
- તેમાં એક કલાપૂર્ણ અને વિશાળ સુંદર જિનમંદિર છે અને તેની નજીકમાં જ એક વડનું ઊંચું ઝાડ છે. શિરપુરના લકે કહે છે કે “આ ઝાડ નીચે પ્રતિમાજી અદ્ધર રહી ગયાં હતાં અને આ મંદિર પ્રતિમાજી પધરાવવા માટે જ રાજાએ બાંધ્યું હતું, પણ રાજાના અભિમાનથી ભગવાન ને પધારવાને લીધે અત્યારે ખાલી છે. આ વાત બીજી રીતે જોતાં પણ સારી રીતે મળી રહે છે. કેટલાક યુરોપિયન અધિકારીઓએ વરાડમાં બધે પ્રવાસ કરી જાતે જોઈને, વરાડના શિલ્પ સ્થાપત્યો વિષે લખ્યું છે, તેમજ વરાડના ઈતિહાસકારોએ પણ વરાડનાં શિલ્પકા વિષે લખ્યું છે. તેમણે વરાડ દેશનાં સુંદરતમ અને પ્રાચીનતમ શિક્ષસ્થાપત્યોમાં શિરપુર ગામની બહાર બગીચામાં આવેલા ઉપર જણાવેલા આપણું જૈન મંદિરને પણ વર્ણવ્યું છે. સાથે સાથે તેમની શિલ્પશાસ્ત્રના ઐતિહાસિક અભ્યાસને આધારે એ પણ કલ્પના છે કે “શિરપુરનું આ મંદિર લગભગ એક હજાર વર્ષ જુનું હોવું જોઈએ.' પદ્માવતી દેવીના કથન પ્રમાણે સં. ૧૧૪૨ માં રાજાએ આ મંદિર બંધાવ્યું છે. તે જોતા શિલ્પશાસ્ત્રીઓનું સ્વતંત્ર અનુમાન અને પદ્માવતી દેવીનું કથન બંને પરસ્પર મળી રહે છે. ઘણાખરા યોત્રાળુઓને
Jain Education international
For Private & Personal Use Only
wwjainelibrary.org