SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ અભયદેવ નામના આચાય છે. કણ જેવા પરાક્રમી ગુજરાત દેશના કણું ( સિદ્ધરાજ જયસિંહના પિતા ) રાજાએ તેમને મલ્લધારી એવી મહાપદવી આપી છે. ગયા જ વર્ષે આ આચાય. ખભાતના સંઘ્ર સાથે ( કુપ્પાજી તીર્થાંમાં રહેલા ) માણિક્ય દેવની યાત્રા કરવા માટે આ બાજુ પધાર્યા છે, અને હમણાં તે દેવગિર ( આજનું દૌલતામાદ) માં બિરાજે છે ને કાઈપણ રીતે તે અહીંઆ પધારે તે। નક્કી તમારૂં કામ સિદ્ધ થશે. . માણે મંત્રનુ થન સાંભળીને રાજાએ મ`ત્રીદ્વારા ગુરૂમહારાજની ત્યાં પધરામણી કરાવી. આકાશમાં અદ્ધર રહેલી તમા જોઈને આચાર્ય મહારાજને પણ ઘણું આશ્ચય થયું રાળના મુખેથી બધી વાત સાંભળીને તેમણે અઠ્ઠમ કરીને ધરણેદ્રનું સ્મરણ કર્યું. ધરણે આવીને આચાય મહારાજને કહ્યું કે આ જિનમંદિર બંધા– વીને રાજાએ મનમાં ઘણો મદ ( અભિમાન–ગવ ) કર્યાં છે, તેથી રાજાના મ ંદિરમાં આ મૂર્તિ નહીં પધારે પણ સંઘે ખંધાવેલા મ ંદિરમાં જ પધારશે. ' ધરણે તું વચન સાંભળીને આચાય મહારાજે શ્રાવક સંઘને મેાલાવીને કહ્યુ ૩-શ્રાવકા ! તમે અહીં જલ્દી નવું મંદિર બંધાવા. તમે બંધાવેલા મંદિરમાં તિમા પધારશે. આચાર્ય મહારાજનું વચન સાંભાળીને તેમની સાથે આવેલા શ્રદ્ધાળુ અને ભક્તિમાન શ્રાવકોએ મળીને જિનમંદિર બંધાવ્યું. પછી આચાર્ય મહારાજની સ્તુતિથી અધિષ્ઠાયક દેવે જેમાં સંક્રમણ કરેલું છે એવા ( દેવાધિષ્ઠિત ) શ્રી અંŕરક્ષપાર્શ્વનાથ ભગવાને સજનાના દેખતાં આકાશમાંથી વતરીને શ્રાવકાએ બધાવેલા ચૈત્યમાં સ્વયં પ્રવેશ કર્યાં. ત્યાં પણ ભૂમિથી સાત આંગળ ઊંચે અદ્ધર રહેલા ભગવાનની વિ. સં. ૧૧૪૨ ના મહા સુદ પંચમીને રવિવારને દિવસે વિજયમુ માં આચાર્ય મહારાજે વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરી. સાથે ભગવાનની આગળ ડામે પડખેતી રક્ષા માટે આચા મહારાજે શાસનદેવની પણ સ્થાપના કરી. તે વખતે ઈલચરાજાએ ભગવાનના મસ્તક ઉપર અનેક પ્રકારના રત્નાથી સુશોભિત મુગટ ચડાવીને, કાનમાં કુંડલા પહેરાવીને, કપાલમાં હીરાનું તિલક ચડાવીને, અમૃતવર્ધી ચક્ષુ સ્થાપન કરીને, કંઠમા મેતીનેા હાર પહેરાવીને, અંગે સોનાની આંગી ચડાવીને, મસ્તક પાછળ ભામડળ સ્થાપન કરીને, મસ્તક ઉપર શ્વેત છત્ર બાંધીને, સંઘવીની માળા પહેરીને તથા ગુરૂમહારાજનેા વાસક્ષેપ મસ્તક ઉપર નખાવીને અજ્ઞાનરૂપી અધકારને દૂર કરનારી આરતી ઉતારી. પછી જિન-પૂજા માટે રાજાએ ત્યાં એક નગર વસાવ્યું અને શ્રીમાન(રભુ)નેા વાસ થયા ડાવાથી તેનું શ્રીપુર એવું નામ રાખ્યુ. જ્યાંથી ભગવાન નીકળ્યા હતા તે કૂવાના પાણીથી બધાને ઉપકાર થાય તે માટે રાજાએ ત્યાં કુંડ ધાવ્યા. રાજાની વિનંતિથી ત્યાં ચાતુર્માંસ કરીને પછી ભવ્યજવાને પ્રિતધ્માંધતા ગુરૂમહારાજ મલધારી શ્રી અભયદેવસૂરિજી અન્યત્ર વિહાર કરી ગયા. Jain Education International For Private & Personal Use Only ( ૪૪ ) www.ja helibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy