________________
રાજન્ ! સાંભળ, સવારમાં સ્નાન કરીને સ્વચ્છ થઈને તું અહીં કૂવા પાસે આવજે. પછી નાલ ( જવારીના સાંઠા )ની પાલખી બનાવીને સુતરના તાંતણાથી બાંધીને કૂવામાં ઘડાની જેમ ઉતારજે. હું તેમાં મૂર્તિ મૂકી દઇશ, પછી બહાર કાઢીને નાલના (જવારીના સાંઠાના) બનાવેલા રસ્થમાં તું પ્રતિમા મૂકી દેજે અને પછી સાત દિવસના જન્મેલા વાછરડા રથને જોડીને તું
આગળ ચાલજે અને રથ તારી પાછળ ચાલ્યો આવશે. તારી જ્યાં આ પ્રતિમા લઈ જવાની ઈચ્છા હોય ત્યાં લઈ જજે પણ પાછું વાળીને જઈશ નહીં, જે જોઈશ તો પ્રતિમા નહીં આવે. આ પંચમ કાલ હોવાથી અદશ્યપણે મર્તિમાં અધિણિત રહીને આ પ્રતિમાની ઉપાસના કરનારના મનોરથ હું પૂર્ણ કરીશ.'
જ
તું પ્રતિમા મુકી છે અને પછી સાત દિવ
આ પ્રમાણે કહીને નાગરાજ ધરણંદ્ર ચાલ્યા ગયા પછી સવારમાં રાજાએ ધરણંદ્ર ના કહ્યા પ્રમાણે બધું કર્યું. કૂવામાંથી પ્રતિમા બહાર કાઢીને રાજાએ નાલના રથમાં મૂકી અને બે વાછરડા રથને જેડીને આગળ ચાલવા લાગ્યો. કેટલેક દૂર ગયા પછી રાજાના મનમાં શંકા ઉત્પન્ન થઈ કે “ રથને અવાજ સંભળાતો નથી તે શું ભગવાન નથી આવતા ?' આમ શંકાથી રાજાએ પાછું વાળીને જોયું તેથી તરત જ રથ મૂર્તિ નીચેથી આગળ નીકળી ગયો અને મૂર્તિ આકાશમાં સ્થિર થઈ ગઈ. ત્યાં વડના ઝાડ (આ ઝાડ હાલ બગીચામાં છે.) નીચે સાત હાથ ઊંચે આકાશમાં અદ્ધર રહેલી ભગવાનની પ્રતિમા જોઇને લકે તેને “અંતરિક્ષપાશ્વનાથ” કહેવા લાગ્યા.
રસ્તામાં જ પ્રતિમા સ્થિર થઈ જવાને લીધે ખિન્ન થયેલા રાજાએ ફરીથી ધરણેન્દ્રની આરાધના કરી. ધરણે કે કહ્યું કે-“આ પ્રતિમા અહીંઆ જ રહેશે” તેથી રાજાએ ત્યાં જ એક લાખ મુદ્રા (સિક્કા) ખર્ચાને રંગમંડપથી સુશોભિત વિશાલ ચૈત્ય કરાવ્યું (આ મંદિર પવળીના નામે હાલમાં છે.) સંપૂર્ણ થયેલ મંદિરને જોઈને રાજાએ વિચાર કર્યો કે અહો ! આ મંદિરથી મારું નામ કાયમ થઈ જશે-ચિરકાળ સુધી ચાલશે. રાજાના મનમાં આ જાતનું અભિમાન ઉત્પન્ન થવાથી રાજાએ મંદિરમાં પધારવા માટે પ્રતિમાજીને પ્રાર્થના કરી તે પણ પ્રતિમાજી મંદિરમાં પધાર્યા નહીં. આથી ખિન્ન થયેલા રાજાએ ધરણંદ્રનું
સ્મરણ કર્યું પણ રાજાના અભિમાનથી ધરણે પણ ન આવ્યા, તેથી અતિ ખિન્ન થયેલા રાજાએ મંત્રીને પૂછયું કે–ભગવાન ચૈત્યમાં આવતા નથી માટે શું કરવું ? મંત્રીએ વિચાર કરીને કહ્યું કે રાજન! એક ઉપાય છે. સર્વ શાસ્ત્રોમાં વિશારદ, અનેક રાજાઓને માન્ય તથા દેવીની જેમને સહાય છે એવા
(૪૩ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org