SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ કવિશ્રી લાવણ્યસમય મુનિવિરચિત શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ છંદ આ પછી શ્રી લાવણ્યસમયજીએ વિ. સં. ૧૫૮૫ ની અક્ષય તૃતીયાને દિવસે ગુજરાતી ભાષામાં રચેલા ૫૪ કડીના શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ છંદનું કાલાનુક્રમે સ્થાન આવે છે. આમાં તીર્થની સ્થાપના આદિના સંબંધમા વર્ણનાત્મક તેમ જ અલંકારાત્મક ભાગ ઘણે છે, પરંતુ શ્રી જિનપ્રભસૂરિજી અને શ્રી સોમધર્મગણિએ વર્ણવેલા વૃત્તાંતથી આમાં કેટલીક મહત્ત્વની ભિન્નતા નજરે પડે છે. જિનપરભસૂરિજી અને શ્રી સેમધર્મગણિએ જ્યાં રાવણના સેવક માલિ અને સુમાલિનું નામ આપ્યું છે ત્યાં લાવણ્યસમયજીએ રાવણના બનેવી ખર દૂષણ રાજાનું નામ આપ્યું છે. ( લાવણ્યસમયજીના છંદ પછી રચાયેલાં બીજાં તમામ લખોણામાં પણ ખરદૂષણ રાજાનું જ નામ જેવામાં આવે છે. ) બીજી એક ખાસ મહત્ત્વને ભેદ એ છે કે-અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાના અધિષ્ઠાદાયક દેવે વિંગઉલ્લી (ઈગલિ ) નગરના શ્રીપાલ રાજાને “ભાવિતીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાનની આ પ્રતિમા છે' એમ કહીને ખાબોચિયામાંથી પ્રતિમા કાઢવાનું જણાવ્યાની જે હકીકત શ્રી જિનપ્રભસૂરિજી તથા શ્રી મધર્મગણિએ આપી છે, તેના બદલે લાવણ્યસમયજીએ એલચપુરના એલચદે (વ) રાજાનું નામ આપ્યું છે. અને “ભાવિતીર્થકર ” એવો ઉલ્લેખ નથી. એલચપુર નગર વરાડ ( વિદર્ભ ) દેશમાં ૨૧ ૧૮ ઉત્તર અક્ષાંશ તથા ૭૭/૩૩ પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે. વરાડના ઐતિહાસિકેની પરંપરાનુસારી માન્યતા પ્રમાણે ઈલ ( આને જ ઇલચ તથા એલચ પણ કહે છે) નામનો જૈન રાજા વિ. સં. ૧૧૧૫ માં એલચપુરની રાજગાદી ઉપર આવ્યો હતો. આ જોતા આ તીર્થની સ્થાપના શ્રી પાર્શ્વનાથ ભગવાન થયા તે પૂર્વે નહીં, પણ પાર્શ્વનાથ ભગવાનના નિર્વાણ પછી ઘણું કાળે વિ. સં. ૧૧૧૫ પછી જ થઈ છે, એમ લાવણ્યસમાજના કથન ઉપરથી અનુમાન થઈ શકે છે. આ વાતનું આગળ આવતા શ્રી ભાવવિજયજી ગણના કથનથી પણ સમર્થન થાય છે. ભાવવિજયજી ગણિને પદ્માવતી દેવીએ પ્રત્યક્ષ આવીને કહ્યું છે કે “આ તીર્થની સ્થાપના વિ. સં. ૧૧૪૨ ના મહા સુદ ૫ ને રવિવારને દિવસે વિજયમુહૂર્તમાં એલચપુર નગરના શ્રી પાલ અપરનામ એલચ રાજાની વિનંતીથી પધારેલા શ્રી અભયદેવસૂરિ મહારાજના હાથે થયેલી છે. અને લાવણ્યસમય પછીના બધાં લખાણોમાં પણ એલચપુરના એલચ ( અથવા ઇલચ ) રાજાનું નામ આવે છે. લાવણ્યસમયજીના છદથી અંતરિક્ષજીના ઈતિહાસમાં આ મહત્ત્વનો ફેરફાર શરૂ થાય છે. જ્યારે શ્રી જિનપ્રભસૂરિજી અને સોમધમંગાણિજીના કથન પ્રમાણે આ રાજ અને તીર્થની સ્થાપના પાર્શ્વનાથ ભગવાન થયા પૂર્વે થયેલો છે. | ( ૩૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy