SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ આ શિવાયનો શ્રી જિનપ્રભસૂરિ અને સેમધર્મગણિજીએ આપેલા વૃત્તાંતથી લાવણ્યસમયના છંદમાં જે ભેદ જોવામાં આવે છે તે માત્ર શાબ્દિક અને વર્ણનાત્મક જ છે. મુખ્ય બનાવો અને નામ વગેરે એક જ છે. ૨ hસ. શ્રી ભાવવિજ્યજી ગણિરચિત શ્રી અન્તરિક્ષપાર્શ્વનાથ સ્તોત્ર આ પછી તપાગચ્છાધિપતિ આ. શ્રી વિજયદેવસૂરિ મહારાજના શિષ્ય શ્રી ભાવવિજયગાણિએ સંસ્કૃત ભાષામાં રચેલા ૧૪૫ શ્લેકના શ્રી અન્તરિક્ષપાશ્વનાથસ્તોત્રનું સ્થાન આવે છે. આ સ્તોત્ર અનેક દૃષ્ટિએ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. વર્તમાનમાં અંતરિક્ષની પ્રતિમા જયાં વિરાજમાન છે તે જિનાલય ભાવવિજયજી ગણિના ઉપદેશથી જ બંધાયેલું છે અને પાસેના બીજા મંદિરમાંથી ફેરવીને ફરીથી તેમાં અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા વિ. સં. ૧૭૧૫ ના ચૈત્ર સુદ ૬, ને રવિવારે તેમના હાથે જ થયેલી છે. આજે પણ પાસેના મણિભદ્રજની સ્થાપનાવાળા બીજા ભયરામાં શ્રી વિજયદેવસૂરિજીની તેમજ શ્રી ભાવવિજયજગણિની પાદુકાઓ (પગલાં) વિદ્યમાન છે. એકના ઉપર પં. શ્રી વિજયદેવજીસૂરિપાદુકા અને બીજી ઉપર પં. ભાવવિજયજગણિપાદુકા એવા કોતરેલા અક્ષર સ્પષ્ટ વાંચી શકાય છે. આ માણિભદ્રજીની સ્થાપનાવાળા બીજા ભોંયરામાં જ પહેલાં અંતરિક્ષજીની મૂર્તિ વિરાજમાન હતી. એમનું પ્રાચીન આસન અત્યારે પણ વિદ્યમાન છે. અત્યારે તે આસન પર બીજી માણિભદ્રજીની સ્થાપના કરેલી છે. ભેંયરામાં કુલ્લે ૨, માણિભદ્રજી છે. વર્તમાન પ્રતિષ્ઠા કરનાર શ્રી ભાવવિજયજી ગણિએ જ રચ્યું હોવાથી તેમજ બીજી ઘણી નવી તથા બાહ્ય પ્રમાણોથી પણ પુષ્ટ થતી માહિતી તેમાં હોવાથી આ સ્તોત્રનું મહત્ત્વ ઘણું જ ઘણું વધી જાય છે. પિતાનાં માતા-પિતા, જન્મસ્થાન, દીક્ષા આદિથી માંડીને સ્તોત્રની રચના કરી ત્યાંસુધી બધી પ્રાસંગિક રસપ્રદ માહિતી તેમણે આપી છે. એ આખા સ્તોત્રનો ભાવાર્થ નીચે પ્રમાણે છે. - શાંત રસપૂર્ણ પરમ આનંદવરૂપ (પરમાત્મા)ને નમસ્કાર કરીને હું (ભાવવિજયજગણિએ) સ્વયં અનુભવેલા ચમત્કારનું બીજાઓના ઉપકારને માટે વર્ણન કરું છું -જંબુદ્વીપના ભરતક્ષેત્રના મધ્યખંડને શોભાવતું સત્યપુર (સાર) નામનું વનખ ડોથી સુશોભિત નગર હતું, તે નગરમાં એશવાલવંશમાં રાજમલ નામનાં ગૃહરથ હતા. તેમને ભૂલી નામની પત્નીથી ભાનિરામ નામને એક પુત્ર થયે હતો. એક વખત તે નગરમાં ઉપશમ આદિ ગુણેના ભંડાર શ્રી વિજયદેવસુરિજી સાધુઓના પરિવાર સાથે પધાર્યા હતા. જેમ મયુરી મેઘના આગમનથી. ( ૩૯ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy