SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ hrmr આ દષ્ટિએ કાલાનુક્રમે જોતા શ્રી જિનભસૂરિએ રચેલા વિવિધતીર્થકલ્પાન્તગત શ્રીપુર અન્તરિક્ષપાર્શ્વનાથકલ્પ પછી વિ. સ, ૧૫૩ માં રચાયેલા સામધર્માં ગણિકૃત ઉપદેશસતિ નામના ગ્રંથનું સ્થાન આવે છે. ઉપદેશસતિના કર્તા તપાગચ્છાધિપતિ આ. શ્રી સામસુ દરસૂરિજીના શિષ્ય મહેાપાધ્યાય શ્રી ચારિત્રરત્નગણીના શિષ્ય પં. શ્રી સોમધ ગણી છે. તેમણે ઉપદેશસપ્તતિમાં બીજા અધિકારના દશમાં ઉપદેશમાં ૨૪ શ્લાકામાં અંતરિક્ષના ઇતિહાસ વર્ણવ્યા છે. તેમાં આવતું વર્ણન અમુક કારને શાબ્દિક ભેદ હૈાવા છતાં પણ શ્રી જિન૧૨ભસૂરિજીએ કરેલા વનને જ બહુ અંશે મળતું છે. ઉપદેશસતિમાં અંત– રિટ્ઝના અધિકારમાં ૨૧, ૨૨ તથા ૨૪મા શ્લોકમાં ગ્રંથકાર જણાવે છે કે નિવેશ્ય નગર નવ્ય શ્રીપુર તંત્ર ભૂપતિઃ । અીકરચ્ચ પોતુ ગ· પ્રાસાદ પ્રતિમાપરિ ॥ ૨૧ || ઘટૌ ગગેરિકાયુકતો યસ્ય નારી સ્વમસ્તકે । તદ્ધિમ્બાધ: પ્રયાતિસ્મ પૂરૂતિ કિયઇન્તરમદ્યાપિ ભૂમિ-પ્રતિજયા: ખલુ । અસ્તીતિ તંત્ર વાસ્તવ્યા વદન્તિ જનતા અપિ ॥ ૨૪ ॥ સ્થવિરા જગુ: ॥ ૨૨ ॥ ભાવાર્થ :– ત્યાં રાજાએ શ્રીપુર ( સિરપુર ) નગર વસાવીને પ્રતિમા ઉપર ( ફરતા ) ઊંએ પ્રાસાદ બંધાવ્યા. ઉપરાઉપરી બે ઘડા ઉપર ગાગર મૂકીને તે માથા ઉપર ઉપાડીને પહેલા ( પાણીયારી ) સ્ત્રી પ્રતિમાજી નીચેથી નીકળી શકે ઍટલી મૂર્તિ અદર હતી એમ જૂના માણસો કહે છે. હમણાં પણ ભૂમિ અને પ્રતિમા વચ્ચે કેટલુંક અંતર છે. એમ ત્યાંના ( સિરપુરના ) વતની લેાકા કહે છે. આ જોતાં એમ સ્પષ્ટ લાગે છે કે સામધમ ગણિષ્ટએ અંતરિક્ષજી સબંધી વૃત્તાંત અંતરિક્ષજીતીર્થના સ્વયં દર્શીન કરીને લખ્યા નથી, પણ કËપક મ્ કાનપર પરાએ સાંભળીને કિવા પહેલાંના લખાણને આધારે જ લખ્યા છે. અધિક સંભવ તેા એ છે કે તેમણે જિનપ્રભસૂરિજીને અનુસરીને અંતરિક્ષજીને વૃત્તાંત લખ્યા છે. રાવણની, માલિસુમાલિની પ્રતિમાપવિગિત જલથી સ્નાન કરવાથી વિગિલ ( ઇ ંગોલી ) નગરના શ્રીપાળ રાજાના કાઢ રેાગ ગયાથી, અધિષ્ઠાયક દેવે કહેલી વિધિ પ્રમાણે તે સમયની અપેક્ષાએ ભાવિતીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવોનની પ્રતિમા ગાડામાં લાવ્યાની, રસ્તામાં રાજાએ પાછું વાળીને મૂર્તિ જોતા અહર રહી ગયાની, પછી ત્યાં શ્રીપુર નગર વસાવીને મંદિર બંધાવ્યા વગેરેની એની એ જ હકીકત આમાં પણ છે. મહત્ત્વના ભાગ એ છે કે શ્રી જિનપ્રભસૂરિજીએ અંબાદેવી અને ક્ષેત્રપાલ સંબધી જે હકીકત આપી છે, તે આ ઉપદેશસસતિમાં બિલકુલ નથી તેમજ ખીન્ન કાઈ લખાણમાં પણ જોવામાં આવતી નથી. Jain Education International For Private & Personal Use Only ( ૩૭ ) www.janelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy