SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અતરિક્ષ પાર્શ્વનાથજી તીર્થનો ઈતિહાસ આવા આ પ્રાચીન વિદર્ભ દેશની ભૂમિને પવિત્ર કરી રહેલા આપણા તીર્થની સ્થાપના ક્યારે કોના હાથે અને શી રીતે થઈ વગેરે જાણવું આવશ્યક અને ખાસ રસદાયક છે. આ તીર્થની યાત્રા કરવા માટે પૂર્વે અનેક આચાર્યાદિ મુનિવરો આવી ગયા છે. વાચકકવર ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજ પણ અહીં આવી ગયા છે અને તેમણે અંતરિક્ષજીના બે સ્તવને બનાવ્યા છે. યાત્રાર્થે આવેલા મુનિરાજે પૈકી કેટલાક આ તીર્થ ના સંબંધમાં સંક્ષિપ્ત અથવા વિસ્તૃત નોંધ પણ લખતા ગયા છે કે જેમાંથી આપણને આ તીર્થને લગતી ઐતિહાસિક માહિતી મળી શકે છે. આપણે પણ આ તીર્થને ઈતિહાસ જાણવા માટે એ જ પ્રાચીન ઉલ્લેખો અને પ્રમાણ તરફ વળવું જોઈએ. શ્રી અંતરિક્ષજીના સંબંધમાં તપાસ કરતા પ્રાચીન ઉલેખો ઘણું મળી આવે છે. જો કે તેમાંના ઘણાખરામાં અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવાનના નામને જ ઉલેખ છે, છતાં પાંચ-સાત એવા પણ ઉલ્લેખ છે કે જેમાં શ્રી અંતરિક્ષજી તીર્થનો ઇતિહાસ પણ આપેલ છે. આ ઉલ્લેખ કેટલીક વાતોમાં પરસ્પર મળતા છે જ્યારે કેટલીક વાતોમાં પરસ્પર ભેદ પણ પડે છે. ઉલ્લેખો વાંચવાથી અને સરખાવવાથી ભેદ આપોઆપ સમજાઈ જશે. આ ઉલ્લેખ સંસ્કૃત, પ્રાકત તથા ગુજરાતી એમ ત્રણે ભાષામાં અને તે લેખના છેવટના ભાગમાં યથાલભ્ય યથાશય અક્ષરશઃ આપવામાં આવ્યા છે તે પહેલાં તેનો ભાવાર્થ ગુજરાતીમાં નીચે મુજબ આપવામાં આવે છે. કાળક્રમને મુખ્ય રાખીને આપણે એ ઉલ્લેખોમાં આવતા ઇતિહાસને અનુક્રમે જોઈએ. શ્રી જિનપ્રભસૂરિજીએ આપેલો ઈતિહાસ –ખરતરગચ્છના શ્રી જિનપ્રભસૂરિ કે જેમને દિલ્હીના બાદશાહ મહમદ તઘલક ઉપર ઘણો પ્રભાવ પડતો હતો. તેમણે ભારતવર્ષના ચારે ખૂણાના અનેક તીર્થોની માહિતી આપતા લગભગ ૫૮ જેટલા કોની રચના કરી હતી. આ કલ્પ વિવિધ તીર્થ ક૫ નામના ગ્રંથમાં છપાયેલા છે. આમાં અંતરિક્ષજીના સંબંધમાં એક શ્રીપુરઅંતરિક્ષ પાર્શ્વનાથકલ્પ પણ છે કે જેની રચના વિક્રમ સં. ૧૩૬૪ થી ૧૩૮૯ દરમિયાન થઈ હશે એમ લાગે છે. શ્રી જિનપ્રભસૂરિ ગ્રામાનુગ્રામ ચૈત્યપરિપાટી કરતા દક્ષિણ દેશમાં મહારાષ્ટ્રમાં પધાર્યા હતા અને દેવગિરિ (વર્તમાન દોલતાબાદ ) તથા પ્રતિષ્ઠાનપુર (વર્તમાન પૈઠણ) ની યાત્રા કરી હતી. પ્રાય: તે અરસામાં જ તેમણે આ તીર્થની યાત્રા કરીને શ્રીપુરઅંતરિક્ષ પાર્શ્વનાથકલ્પની રચના કરી હતી. અંતરિક્ષજીના સંબંધમાં આપણે ત્યાં મળતાં ઉલ્લેખમાં સહુથી પ્રાચીન ઉલ્લેખ હોય તે હજુ સુધી આ જિનપ્રભસરિઝવાળો જ ઉલ્લેખ છે. આ કલ્પમાં શ્રી જિનપ્રભસૂરિજ નીચે પ્રમાણે જણાવે છે– શ્રી પૂરનગરમાં આભૂષણ સમાન પ્રગટપ્રભાવી શ્રી પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરીને અંતરિક્ષમાં ( આકાશમાં અદ્ધર ) રહેલી તેમની પ્રતિમાના કલ્પને કંઈક કહું છું— (૩૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy