________________
- મની
આવા પ્રભાવશાલી આ તીર્થની યાત્રા કરવા માટે સેંકડો વધેથી ભારતવર્ષના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં આજ સુધી યાત્રાળુઓ આવ્યા છે અને અત્યારે પણ યાત્રાળુઓનો પ્રવાહ સતત ચાલુ રહ્યા જ કરે છે. જિનાલયની કંપાઉંડમાં તેમ જ કંપાઉંડ બહાર માટી ધર્મશાળા છે. યાત્રાળુઓને માટે ભોજન શાળા પણ અત્યારે ચાલુ છે. શિરપુર જવા
માટે મધ્ય (Central) રેલ્વેના આકેલા સ્ટેશને
ન ઉતરવું પડે છે. આકોલામાં તાજનાપમાં આપણું જિનાલય, ઉપાશ્રય તેમ જ નવી ધર્મશાળા છે. અહીંથી શિરપુર ૪૪ માઉલ દૂર છે. અકેલાથી ઠેઠ શિરપુર સુધીની પાકી મેટાર સડક બંધાયેલી છે અને મોટર વ્યવહાર હમેશાં ચાલ્યા જ કરે છે. પોસ દશમ (માગસર વદ ૧૦ ). ના શ્રી પાર્શ્વનાથ ભગવાનના જન્મકલ્યાણક દિવસે દર વર્ષે મેળો ભરાય છે.
=
=
વિદર્ભદશ જે દેશમાં આ તીર્થ આવેલું છે તે દેશ આજકાલ વરાડના નામથી પ્રસિદ્ધ છે, પરંતુ તેનું પ્રાચીન નામ વિદર્ભ છે. સુસા ચંદનબાલ મનોરમ મયણરહી દમયતિ આ ભરસરની પંક્તિથી આપણે જેનું નિત્ય પ્રાત:કાલમાં સ્મરણ કરીએ છીએ તે નળ રાજાની પત્ની મહાસતી દમયંતીને જન્મ પણ આ વિદર્ભ દેશની રાજધાની કુંઠિનપુરમાં થયો હતો. વિદર્ભ દેશના રાજાની પુત્રી હોવાને લીધે દમયંતી વૈદર્ભીંના નામથી પણ ઓળખાય છે. અત્યારે પણ કુડિનપુર વિદ્યમાન છે. અને તે અમરાવતી જિલ્લાના ચાંદૃર તાલુકામાં અમરાવતી શહેરથી લગભગ ૨૮ માઈલ દૂર પૂર્વ દિશામાં વધુ નદીના બરાબર પશ્ચિમ કિનારે ૨૦ ૫૮ ઉત્તર અક્ષાંશ અને ૭૮ |ઃ પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે.
પઉમાવઈ અ ગોરી ગંધારી લખમણ સુસીમાય જબૂવઈ સભામાં રૂપિણી કણહદ મહિસીઓ /
આ ભરસરની ગાથામાં જેમનો ઉલ્લેખ છે અને જે અંતે શ્રી નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લઈને મોક્ષમાં ગયાં છે તે મહાસતી રુકિમણીને જન્મ પણ આ વિદર્ભ દેશના તે કાળના પાટનગર કુડિનપુરમાં જ ભીમરાજાને ત્યાં થયો હતો. અત્યારે જે કે કંડિનપુર બહુ નાનું ગામડું જ રહ્યું છે, છતાં પણ વૈદિક (હિંદુઓ) એને મોટું તીર્થધામ માને છે. નદીના કાંઠા ઉપર જ બરાબર કૃષ્ણ ( વિલ)-કિમણીનું એક મંદિર છે અને ત્યાં કાર્તિકી પૂર્ણિમા ઉપર પ્રતિવર્ષ ઘણી મોટી યાત્રા (મેળે ) ભરાય છે. કુંડિનપુરને લકે કૌડિન્યપુર પણ કહે છે.
(૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org