________________
શ્રી મહાગિરિ ને મુહસ્તિસૂરિ × ૪૪
[ શ્રી તપાગચ્છ
એકદા અને આચાય પાટલીપુત્ર નગરે પધાર્યાં. આ સુહસ્તિએ વસુભૂતિ નામના શ્રેષ્ઠીને પ્રતિખાધ પમાડી જીવા વાદિ નવ તત્ત્વાને જ્ઞાતા મનાવ્યે પછી તે શ્રેષ્ઠીએ ઘરે જઇ પેાતાના કુટુંબને ધર્મનું સ્વરૂપ સમજાવવા માંડયુ. પણ તેઓ અલ્પ બુદ્ધિવાળા હેઇને સમજ્યા નહિ. એટલે વસુભૂતિ પાછે આવીને ગુરુને પેાતાના ગૃહે તેડી ગયા અને આય સુહસ્તિ કુટુબીજનને ઉપદેશ દેવા લાગ્યા. એવામાં આય મહાગિરિ પણ તે જ ઘરે ભિક્ષાર્થે આવી પહોંચ્યા. આ સુહસ્તિ ઊભા થઈ ગયા અને તેમને વિનયથી વંદન કર્યું. આથી આશ્ચય પામી શ્રેષ્ઠીએ તેનું કારણ પૂછ્યું તેથી ગુરુએ જણાવ્યું કે‘તે મહાતપસ્વી મારા ગુરુ છે. તેઓ સદા ત્યાગ કરવા લાયક તુચ્છ ભક્તપાનાદિકની જ ભિક્ષા લે છે. જો કદાપિ તેવી ભિક્ષા ન મળે તે ઉપવાસી રહે છે.” આ - હસ્તિના જવા પછી વસુતિએ પેાતાના સ્વજનાને કહ્યું કે-“આવા મુનિ જ્યારે ભિક્ષા માટે આવે ત્યારે આ ત્યાજ્ય ભક્તપાનાદિક છે એવા દેખાવ કરીને દાન આપવું. આવા પ્રકારના દાનથી તમને મહાફળ પ્રાપ્ત થશે. ”
ભાગ્યયેાગે આ મહાગિરિ વળતે જ દિવસે ત્યાં જ ભિક્ષાર્થે પધાર્યાં. વસુસ્મૃતિના સૂચવ્યા મુજબ સ્વજના અન્નપાનાદિકને કૃત્રિમ રીતે ત્યાજ્ય જણાવી વહેારાવવા લાગ્યા પણ જ્ઞાનથી તે સવ અશુદ્ધ જાણી આહાર લીધા વિના જ 'મહાગિરિ વસતીમાં પાછા ફર્યાં. ઉપાશ્રયે આવી આય મહાગિરિએ આ સુહસ્તિને જણાવ્યું કે- તમારા ઉપદેશથી તેઓએ મને ભિક્ષા આપવા કૃત્રિમ તૈયારી કરી; માટે હવે પછી ભવિષ્યમાં તમારે આમ ન કરવું.' આ સાંભળી વિનયવત સુહસ્તિસૂરિએ તેમના ચરણમાં પડી માી માગી.
જીવંતસ્વામીની રથયાત્રાના મહાત્સવ પ્રસંગે અને આચાર્ય વર્યાં અવતી નગરીએ પધાર્યાં. સંપ્રતિ નામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા. રથયાત્રાના વરઘેાડા શહેરમાં ફરતા ફરતા રાજાના મહેલ આગળથી પસાર થયા. ગવાક્ષમાં બેઠેલા રાજાએ દૂરથી આયસુહસ્તિને જોયા અને જોતાં જ તેને વિચાર ઉદ્ભવ્યેા કે ‘ આવા શાંતાત્મા પુણ્યસ્મૃતિ ને મે' કયાંક જોયા છે, ’ વારવારના વિચાર પછી તે રાજાને મૂર્છા આવી ગઇ. મંત્રી વગેરેએ શીતળ જળના ઉપચાર કરી તેને સચેતન કર્યાં. જાતિસ્મરણ જ્ઞાન થયું અને પેાતાના પૂર્વભવના ઉપગારી મુનિના ચરણમાં જઇને મસ્તક નમાવ્યું
પરસ્પર વાર્તાલાપ ચાલતાં સંપ્રતિએ ગુરુમહારાજને પ્રશ્ન કર્યાં-હે ભગવન ! આપે મને આળખ્યા ?’ જ્ઞાનાપયેાગથી સર્વ હકીકત જાણી ગુરુમહારાજે જણાવ્યુ કે-‘ હૈ મહાનુભાવ ! એકદા વિહાર કરતાં કરતાં અમે કૌશાંખી નગરીમાં આવ્યા. બાદ ભયંકર દુકાળ પડ્યો. સામાન્ય જનતાને અન્નના દન પણ દુર્લભ થઈ પડયા, છતાં અમારી પ્રત્યેના ભક્તિભાવ અને શ્રદ્ધાથી લેાકેા અમને અન્નપાનાદિક આપવામાં અધિક ઉત્સાહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org