________________
પાવલી 1
૪૫ : શ્રી મહાગિરિ ને સુહસ્તિસૂરિ રહેવા લાગ્યા. કેટલાક સાધુઓ ભિક્ષાને માટે એક શ્રેષ્ઠીને ત્યાં ગયા. તે સાધુઓની પછવાડે એક રંક આવ્યો અને ભેજનની માગણી કરવા લાગ્યું. તે ઘણા દિવસને ક્ષુધાતુર હતો અને તેવી વિષમ સ્થિતિમાં કે તેના પર દયા લાવે તેમ ન હતું. સાધુઓએ કહ્યું કે - ભેજન આપવાની વાત તે અમારા ગુરુમહારાજ જાણે. એટલે તે રંક સાધુઓની પાછળ પાછળ વસતીમાં આવ્યું અને મારી સમક્ષ ભજનની દીનભાવે માગણી કરી. ઉપયોગ આપતાં મને જણાયું કે આ રંક ભવાંતરમાં જૈન પ્રવચનને ઉપકારી થશે તેથી કહ્યું કે તું દીક્ષા લે તે તને યથેષ્ઠ ભેજન મળે. કે વિચાર્યું કે શ્ધાનું કષ્ટ ભોગવવા કરતાં ચારિત્રનું કણ સારું તેથી તેણે પ્રવજ્યા અંગીકાર કરી
સ્વાદિષ્ટ ભજન અને તે પણ ઘણા દિવસને અંતરે મળેલ હોવાથી તેણે આકંઠ ખાધુ વાસવાસ રેકાતાં તે જ રાત્રિએ તે મરણ પામ્યા. એક જ દિવસનું ચારિત્ર પાળવાથી ત્યાંથી મરણ પામીને તું અતિપતિ કુલાણને પુત્ર થયે છે. ”
પૂર્વભવન વૃત્તાંત જાણ સંપ્રતિ રાજા હર્ષિત થયા. પરમ ઉપકારી ગુરુને પ્રણામ કરીને તેણે વિજ્ઞપ્તિ કરી કે--મહારાજ! આપ મારા તારણહાર છો. આપે મને ભાગવતી દીક્ષા આપી ન હતી તે આજે મારી આવી વૈભવશાળી જિંદગી ન હોત. ચારિત્રરૂપી પ્રવહણ આપી આપે મને તાર્યો છે, માટે આપ કહો તે કરવા હું તૈયાર છું.” ગુરુમહારાજે જણાવ્યું કે-“હે રાજન ! સ્વર્ગ અને મેક્ષના કારણભૂત એવા જિનધર્મનું અવલંબન ચે કે જેથી આ ભયંકર ભવાટવીમાંથી જલદી નિસ્તાર પમાય.” બાદ ગુરુમહારાજે તેમને જિનધર્મનું વિસ્તારથી સ્વરૂપ કહી બતાવ્યું જેને પરિણામે તે શુદ્ધ શ્રાવક થયે અને બાર વ્રત અંગીકાર કર્યા.
પક્ષ ફળની કામનાથી આપણે સેવા, સાધન અને ભક્તિ કરીએ છીએ. ધર્મકરણ કરવા પાછળ આપણે આંતરિક હેતુ તેનાથી સારો લાભ પ્રાપ્ત કરવા હોય છે. સંપ્રતિ મહારાજાને તે એ ફળ પ્રત્યક્ષ જ થયું હતું. એક દિવસના ચારિત્રના પાલનથી આટલી ત્રદ્ધિ-સિદ્ધિ અને માનવંત પદવી મળી હતી તેથી તેમની જિનધર્મ ઉપર અતૂટ અને અચળ શ્રદ્ધા બંધાણું. તે ત્રણે કાળ જિનપૂજા કરવા ઉપરાંત સાધમવાત્સલ્ય કરતે. તેણે સાતે ક્ષેત્રને પુષ્ટ બનાવ્યા. ધીમે ધીમે તેણે સ્વભુજબલથી ત્રણ ખંડ સાધ્યા. આઠ હજાર રાજાએ તેની સેવા કરતા અને તેનું સૈન્ય પચાસ હજાર હસ્તિ, એક ક્રોડ અવે, સાત ક્રોડ સેવકો અને નવ કોડ રથ પ્રમાણ હતું.
સમુદ્રની ભરતીની માફક તેમનો ધર્મરંગ વૃદ્ધિ પામવા લાગે. સવા લાખ નૂતન જિનમંદિરે કરાવી ભરતખંડની પૃથ્વીને મંડિત-શોભિત કરી. સવા ક્રોડ જિનબિબે કરાવ્યા. હાલમાં ઉપલબ્ધ થતાં ઘણુંખરાં બિંબ સંપ્રતિ મહારાજાના સમયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org