________________
r થી તારા
શ્રી સ્થળભદ્ર
[ શ્રી તપાગચ્છ તેના મનમાં જવલંત રૂપ લીધું અને તેની નિદ્રા પણ ઊડી ગઈ. તેણે વિચાર્યું કે જે શાકડાળે મારે પ્રપંચ ન પકડી પાડ્યો હેત તે લેકે માં મારી કેટલી પ્રતિષ્ઠા જામત? લોકો કહેત કે-વરચિની કાવ્ય-ચમત્કૃતિથી પ્રસન્ન થઈ ગંગામૈયા પણ સેનામહોરોની ભેટ આપે છે; પણ શકડાળના પ્રયત્નથી મારી આ મનભાવના આકાશ-પુષ્પ જેવી બની.
શ્રીયકના લગ્નની તૈયારી ચાલી રહી હતી. વરરુચિને વેર વાળવાને આ અવસર સરસ લાગ્યા. નંદરાજા શસ્ત્રપ્રિય હતો અને તેથી રાજા પોતાના ઘેર પધારે ત્યારે ભેટ આપવા માટે શકડાળ મંત્રી શસ્ત્રો તૈયાર કરાવી રહ્યો હતો. આ પ્રસંગને વરચિએ લાભ લીધે. તેણે શેરીમાં ફરતા નાના નાના છોકરાઓને એકઠા કર્યા અને થોડી થોડી મીઠાઈ, ચણા વિગેરે વહેંચી નીચેની મતલબનું ગાવાનું શીખવ્યું. નાના બાળકો પણ લાલ-લાલચે હંમેશા તે પ્રમાણે બોલવા લાગ્યા.
न वेत्ति राजा यदसौ, शकडालः करिष्यति । व्यापाद्य नंदं तद्राज्ये, श्रीयकं स्थापयिष्यति ॥ કે વાત જાણે નહિ, કરે શકહાલ શું કાજ ?
નંદરાય મારી કરી, શ્રીયકને દેશે રાજ. ફરવા જતાં રાજાએ એકદા આ સાંભળ્યું. રાજા, વાજાને વાંદરા તેને શે વિશ્વાસ હોઈ શકે? નંદરાજાને વહેમ આવ્યો. તેણે પિતાના સેવકને તપાસ કરવા મૂકો અને તેણે ત્યાંની વસ્તુરિથતિ રાજાને નિવેદન કરી.
બીજે દિવસે મંત્રીએ આવીને પ્રણામ કર્યો એટલે રાજા કોધથી વિમુખ થઈને બેઠે. શકડાળને સમાચાર મળ્યા કે રાજા રીસે ભરાણે છે અને આખા કુટુંબનો નાશ કરવા ઈચ્છે છે. તેણે ઘરે આવી શ્રીયકને બધી વાત સમજાવી અને વધુમાં ફરમાવ્યું કે કાલે જ્યારે રાજાને હું મસ્તક નમાવું ત્યારે તારે મારે શિરચ્છેદ કરે.” આ સાંભળી શ્રીયક અવાક થઈ ગયો. તેનું આખું શરીર કંપી ઊઠયું. પિતાને તેણે કહ્યું કે-“ચંડાળ પણ આવું કુકૃત્ય ન કરે, તે મારાથી તે કેમ જ થઈ શકે?” શકાલે તેને સમજાવ્યો કે હું તે હવે ખયું પાન જ છું, બે-ચાર વર્ષમાં મરવાને તો છું જ, પણ મારા એકના ભેગે આપણું આખા કુટુંબનો બચાવ થઈ જશે. વળી હું ગાળામાં કાતિલ ઝેર રાખીશ એટલે મને વધુ દુઃખ પણ નહિં થાય.”
બીજે દિવસે જે શકડાળે નમસ્કાર કર્યો કે શ્રીયકે મ્યાનમાંથી તલવાર કાઢી તેને શિરચ્છેદ કર્યો. આ જોઈ નંદરાજા બોલી ઊઠયોઃ “ અરે ! અરે શ્રીયક! તે આ અઘટિત શું કર્યું?' શ્રીયકે જણાવ્યું કે-“મારા પિતા રાજદ્રોહી બન્યા છે એમ આપના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org