________________
-
-
-
પટ્ટાવલી ]
શ્રી સ્થળભદ્ર
તેથી મંત્રીએ રાજાને વિજ્ઞપ્તિ કરી કે-“રાજન્ ! આપ આટલું બધું દાન શા માટે આપે છે ? રાજાએ કહ્યું કે “તમે પ્રશંસા કરી છે તેથી જ આપું છું.” એટલે મંત્રીએ કહ્યું કેમેં વરરુચિની પ્રશંસા નથી કરી પણ મૂળ સુભાષિતકારની પ્રશંસા કરી છે. આ બધા વરરુચિના પોતાના બનાવેલા કલેકે નથી; પરકીય છે. તેના બેલેલા લેકે તો મારી પુત્રીઓ પણ જાણે છે. પ્રાત:કાળે તેને હું આપની સમક્ષ રજૂ કરીશ.”
બીજે દિવસે મંત્રીએ પોતાની પુત્રીઓને પડદાની પછવાડે બેસારી. તેઓની શક્તિ એવી હતી કે પહેલી પુત્રી યક્ષા એક વાર સાંભળેલું યાદ રાખી શકતી, બીજી યક્ષદરા બે વાર સાંભળેલું યાદ રાખી શકતી, એમ સાત પુત્રીઓ અનુક્રમે યાદ રાખી શકતી વરચિ જેવો બ્લેક બોલી ગયો કે તરતજ બધી પુત્રીઓ એક પછી એક તે સર્વ શ્લોકો બેલી ગઈ. રાજાએ દાન ન આપ્યું તેથી વરરુચિ ઝંખવાણે પડી ગયે. તેણે પકડાળ પાસેથી વેરને બદલે લેવાને મનસુબો કર્યો.
જનપ્રસિદ્ધિ માટે તેણે બીજે પ્રયત્ન આદર્યો. ગંગાના જળમાં તેણે એક યંત્ર ગોઠવ્યું અને તેની એવી રચના કરી કે પગ દબાવતાં તેમાંથી સોનામહોરોની કોથળી ઉછળીને હાથમાં આવી પડતી. તેણે લેકમાં એવી વાત પ્રચલિત કરી કે “ગંગાદેવી મારી સ્તુતિથી પ્રસન્ન થઈને હમેશાં મને સેનામહેરાની બક્ષીસ આપે છે. શકડાળ મંત્રીને આમાં કપટની ગંધ આવી. તેમણે બધી બાતમી મેળવી લઈ રાજાને વાત કરી. તેની પરીક્ષા કરવાને રાજાએ નિશ્ચય કર્યો.
વરરુચિ એવું કપટ કરતે કે રાત્રિના નિજન વાતાવરણમાં સેનામહોરની કોથળી તે યંત્રમાં સંતાડી આવતો. શકડાળ મંત્રીએ પોતાના ગુપ્તચરને હકીકતથી વાકેફ કરી વરચિની પાછળ પાછળ મોકલ્યો. જેવી તે કેથળી સંતાડીને ગયો કે તરતજ ગુપ્તચરે તે કથળી કાઢી લીધી ને મંત્રીને સોંપી.
વરચિને ઉપરની બીનાની જાણ નહોતી. તેણે સવારના જઈ નિત્યક્રમ પ્રમાણે ગંગા મૈયાની સ્તુતિ કરવા માંડી. રાજા, મંત્રી વિગેરે બહોળો જનસમુદાય એકઠો થયો હતો. વરરુચિ પગ દબાવવા મંડ્યો, પણ કોથળી હોય તો ઉછળીને આવી પડે ને ! પગ દબાવવાથી કોથળી ન મળી ત્યારે તેણે હાથ નાખ્યા પણ મૂળ નાહિત કુત: શાહી ? વરચિ તરતજ બધી વસ્તુ પામી ગયો. મંત્રીના વદનકમળ પરની રેખાઓ જાણે તેની મશ્કરી કરતી હોય તેમ તેને જણાયું. પછી મંત્રીએ પિતા પાસે રાખેલી સેનામહોરની કોથળી તેની સમક્ષ રજૂ કરી. લેક વરચિનું કપટ કળી ગયા અને વરરુચિનું મન તે અત્યંત ખિન્ન થયું. તે મંત્રીને પૂરે છેષી બને ને મંત્રીને છિદ્ર શોધવા લાગ્યો.
રાત્રિ-દિવસ પ્રધાન પર વેર વાળવાની મને વૃત્તિ વરરુચિ સેવવા લાગે. વૈરામિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org