________________
પાવલી ].
શ્રી સ્થૂલભદ્ર
જાણવામાં આવ્યું તેથી મેં તેમને વધ કર્યો.” શ્રીયમુની સ્વામીભક્તિ જોઈ જ બહુ પ્રસન્ન થયા અને પિતાની જગ્યા સંભાળી લેવા સૂચવ્યું. શ્રીયકે કહ્યું કે મારે સ્થૂલભદ્ર નામના મોટા ભાઈ છે તે આ જગ્યાને લાયક છે.” રાજાએ કહ્યું કે તારા મોટા ભાઈ કેમ કેઈ દિવસ જણાતા નથી ?” શ્રીયકે કહ્યું કે મહારાજ ! તે કેશા વેશ્યાને ત્યાં રહે છે અને ત્યાં ભોગ ભેગવતા તેને બાર વર્ષ થયા છે.” રાજાએ સ્થૂલભદ્રને તેડવા સૈનિક મોકલ્યો.
સ્થૂલભદ્ર આવ્યા. રાજાએ તેમને પ્રધાનપદ લેવા કહ્યું. તેણે વિચાર કર્યા પછી જવાબ જણાવવા કહ્યું. રાજાએ રજા આપી એટલે અશોકવાડીમાં જઈ વિચાર કરવા લાગ્યા. અહે! પ્રધાનપદ કેવું! આ પ્રધાનપદને લીધે જ મારા પિતાનું કમોતે મૃત્યુ નીપજયું. પ્રધાનપદ લેવું એટલે રાજા તથા પ્રજા બંનેને રીઝવવા. કાર્યભાર પણ એટલે બધે કે આત્માનો વિચાર કરવાની પુરસદ જ નહિ.
સ્થૂલભદ્રને સંસારની ઘટમાળને અનુભવ થયા. તેમને સુષુપ્ત આત્મા જાગૃત બન્યો. પિતાના મૃત્યુથી અને વિચારને પરિણામે તેઓ સાચા વૈરાગ્યરંગથી રંગાયા. રાજાની સભામાં જઈ, આશીર્વાદ આપી તેઓ ચાલી નીકળ્યા.
પંચમુષ્ટિ લોન્ચ કરી શ્રી સંભૂતિવિજય નામના આચાર્ય પાસે દીક્ષા સ્વીકારી. બુદ્ધિની તીવ્રતાથી અલપસમયમાં જ્ઞાનપ્રાપ્તિ સાથે મન પર તેઓએ અદ્ભુત અંકુશ કેળા .
ચોમાસું નજીક આવ્યું. સાધુના આચાર પ્રમાણે ચાતુર્માસમાં એક સ્થાને રહેવું જોઈએ. જુદા જુદા સાધુઓ જુદે જુદે સ્થળે જવા માટે ગુરુની આજ્ઞા માગવા લાગ્યા. એક સાધુએ સિંહની ગુફા પાસે, બીજા એ સપના રાફડા આગળ, ત્રીજાએ કૂવાના ભારવટિયા પર કાત્સર્ગ ધ્યાનમાં રહેવાની આજ્ઞા માગી. સ્થૂલભદ્રે પણ કોશાગૃહ રંગભૂમિમાં રહેવાની પરવાનગી માગી. દરેકને લાભ થવાનું જ્ઞાનથી જાણી ગુરુએ સંમતિ આપી.
સ્થલભદ્રના દીક્ષિત થયાના સમાચાર સાંભળી કેશા ખિન્ન થઈ હતી. તે દિવસથી તેનું મન બેચેન જેવું લાગતું હતું. તેની માતા અકાએ પિતાને વેશ્યા-વહેવાર સમજાવ્યો, પણ સત્ય પ્રેમના રંગે રંગાયેલી કેશાના મન પર તેની અસર થઈ નહિ.
સ્થૂલભદ્રને પિતાના આવાસ તરફ આવતા જોઈ કેશા રાજી-રાજી થઈ ગઈ. સ્થૂલભદ્ર આવી, ધર્મલાભ આપી તેના રંગભુવનમાં ઉતારવાની આજ્ઞા માગી. કોશાએ કહ્યું–પ્રિયતમ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org