________________
શ્રી સંભૂતિવિજય
* ૨૮
૬. શ્રી સ’ભૂતિવિજય અને શ્રી ભદ્રબાહુવામી
સભૂતિવિજય
ગૃહસ્થવાસ ૪૨ વર્ષ : ચારિત્રપર્યાય ૪૮ વર્ષ:-તેમાં ૪૦ વર્ષ સામાન્યત્રતપર્યાયઃ ૮ વર્ષ યુગપ્રધાન: સર્વાંચુ ૯૦ વર્ષ: ગેાત્ર માઢરઃ સ્વગમનમ. સ.૧૫૬ઃ
[ શ્રી તપાગચ્છ
શ્રી સભૂતિવિજય અને શ્રી ભદ્રબાહુસ્વામી અને ગુરુભાઇ હતા. યશેાભદ્રસ્વામીની પાટે પહેલા 'ભૂતિવય આવ્યા. તેએશ્રી સ્થૂલભદ્ર જેવા સમથ શીલશાળી પુરુષના દીક્ષાગુરુ હતા. તેઓ સ્વભાવે અતિ શાંત હતા. તેમની મુખમુદ્રા જ શાંતરસનું પાન કરાવતી ન હેાય તેમ પાપી પુરુષ પણ તેમની આગળ વિનમ્ર બની જતા. અડતાલીશ વ પર્યંત નિરતિચાર ચારિત્ર પાળી તેમણે ૪૦ શિષ્યા બનાવ્યા, જેમાં નીચેના ખાર તે સ્થવિર હતા.
૧. નંદનભદ્ર, ૨. ઉપનંદ, ૩. તીશભદ્ર, ૪. યશેાભદ્ર, ૫. ગણિભદ્ર, ૬. પૂર્ણભદ્ર ૮. સ્થૂળભદ્ર ૯. ઋજુમતિ, ૧૦. જ'બુ, ૧૧ દીભદ્ર અને ૧૨ પાંડુભદ્ર, સ્થવિર શબ્દ આચાય પદવાચક છે.
આઠ વર્ષ સુધી શાસનનાયક રહ્યા પછી મહાવીર સંવત ૧૫૬માં તેએ સ્વગે સીધાવ્યા. તેમના પછી શ્રી ભદ્રખાહુસ્વામી પટધર બન્યા.
શ્રી ભદ્રબાહુસ્વામી
ગૃહસ્થાવાસ ૪૫ વર્ષીઃ ચારિત્રપર્યાય ૩૧ વર્ષી:-તેમાં ૧૭ વર્ષ સામાન્ય વ્રતપર્યાય: યુગપ્રધાન ૧૪ વર્ષઃ સર્વાંચુ ૭૬ વર્ષ: સ્વગમન મ. સ. ૧૭૦ : ગાત્ર પ્રાચીનઃ
દક્ષિણમાં આવેલ પ્રતિષ્ઠાનપુરમાં તેમનેા જન્મ થયેલા. તે બ્રાહ્મણ જ્ઞાતિના હતા, તેમને વરાહમિહિર નામના ભાઈ હતા. વિદ્યા મેળવવાના અત્યંત ઉત્સાહ હાવાથી ખંતથી તેમણે ધર્મશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, વ્યાકરણ, જયાતિષ વિગેરેના અભ્યાસ કર્યાં. તેઓ એક સારા વિદ્વાનની પુક્તિમાં ગણાવા લાગ્યા. ધીમે ધીમે તેની કીતિ ફેલાતી ગઇ અને જ્યેાતિષ સંબંધેનુ તેમનું જ્ઞાન અપૂર્વ મનાવા લાગ્યું.
ભાગ્યયેાગે તેમને શ્રી યશેાભદ્ર વામીના સચેાગ થયા. સાના આગળ કથીર પ્રી લાગે તેમ તેમના અગાધ જ્ઞાન આગળ તે ઝાંખા દેખાવા લાગ્યા. સાથે સાથે તેને ધર્મના સાચા સ્વરૂપની પણ જાણ થઈ. તેમણેચશે।ભદ્રસ્વામી પાસે દીક્ષા લીધી. અતુળ બુદ્ધિબળથી તેઓ ચૌદપૂર્વ ધારી બન્યા હતા. પહેલાં કરતાં જયતિષવિદ્યામાં પણ તે વધુ પ્રવીણ બન્યા. તેને ભાઇ વરાહમિહિર પણ જૈન દીક્ષાધારી થયેા હતેા. ગુરુએ ભદ્રમાડુની શક્તિ ને બુદ્ધિમત્તા જોઈ તેને આચાય પદવી આપી તેથી વરાહમિહિરને ઇર્ષ્યા ઉપજી. તેણે ચારિત્રના ત્યાગ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org