________________
પટ્ટાવલી |
[ શ્રી યશસ્વામી ઉપરના દશે અધ્યયનમાં સાધુ-ક્રિયામાર્ગનું સુંદર રીતે આલેખન કરવામાં આવ્યું છે. આ દશવૈકાલિક ઉપર શ્રી ભદ્રબાહુસ્વામીએ નિયુક્તિ રચી છે. તેમાં જણાવ્યું છે કે-ચોથું અધ્યયન આત્મપ્રવાદ પૂર્વમાંથી, પાંચમું કર્મપ્રવાદ પૂર્વમાંથી, સાતમું સત્યપ્રવાદ પૂર્વમાંથી અને બાકીના અધ્યયને પ્રત્યાખ્યાન પૂર્વની ત્રીજી વસ્તુમાંથી ઉદ્ભૂત કરેલ છે.
શ્રી શય્યભવસૂરિ દશવૈકાલિક સૂત્ર મનક મુનિને ભણાવવા લાગ્યા. છ માસને અંતે મનક મુનિ કાળ કરીને સ્વર્ગે ગયા. મનક મુનિના અવસાનથી શ્રી શય્યભવસૂરિના નેત્રમાંથી અશ્રુધારા વહેવા લાગી. આ જોઈ યશોભદ્રાદિ શિષ્યો આશ્ચર્ય પામ્યા. ગુરુમહારાજની આવી ચેષ્ટા જોઈ તેઓએ વિજ્ઞપ્તિ કરી કારણ પૂછયું. જવાબમાં ગુરુએ પૂર્વને સર્વ વૃતાંત કહી સંભળાવ્યું. આ સાંભળી શિષ્યગણે કહ્યું કે-“આપે અત્યાર સુધી પિતા-પુત્રને સંબંધ અમને કેમ જણાવ્યા નહિ? ગુરુપુત્રનું પણ ગુરુની જેમ માન રાખવું.” એ કહેવત અનુસાર અમે પણ યથોચિત વિનય જાળવત.” ગુરુશ્રીએ કહ્યું કે -
તપોવૃધ્ધ એવા તમારી વૈયાવચ્ચેથી જ તેને ઉત્તમ ગતિ મળી છે. મારા પુત્ર તરીકે સંબંધ તમારા જાણવામાં આવ્યો હતો તે તમે તેની પાસે ઉપાસના ન કરાવત અને મનક મુનિ પણ પિતાને સ્વાર્થ ભૂલી જાત. મનક મુનિને શ્રતધર બનાવવા માટે મેં દશવૈકાલિક સૂત્ર બનાવ્યું હતું. હવે તેને યથાસ્થાને ગોઠવી તેનું સંવરણ કરી લઉં છું.”
આ પ્રમાણે સાંભળીને યશોભદ્રાદિક મુનિઓએ શ્રીસંઘને વાત જણાવી અને શ્રી સંઘની સાગ્રહ વિનંતિથી શ્રી શય્યભવસૂરિએ દશવૈકાલિક સૂત્રનુ સંવરણ ન કર્યું.
તેમણે પિતાની પાટ પર શ્રી યશોભદ્રસ્વામીને સ્થાપન કર્યા અને સમાધિમરણ પામી સ્વર્ગસ્થ થયા.
૫. શ્રી યશોભદ્રસ્વામી ગૃહસ્થવાસ ર૨ વર્ષ: ચારિત્રપર્યાય ૬૪ વર્ષ:-તેમાં સામાન્ય વ્રતર્યાય ૧૪ વર્ષ: યુગપ્રધાન ૫૦ વર્ષ: સવય ૮૬ વર્ષ:સ્વર્ગગમન મ. સં. ૧૪૮:ગોત્ર તુંગીયાય
શ્રી યશોભદ્રસ્વામી પાટલીપુરના વતની હતા. જમે બ્રાહ્મણ જ્ઞાતિના હતા. શ્રી શäભવસૂરિ પાસે ધર્મોપદેશ સાંભળી તેઓ વૈરાગ્યવાસિત બનીને દીક્ષિત થયા. વિનયપૂર્વક ગુરુ પાસે શાસ્ત્રાભ્યાસ કરતાં તેમની ઉપદેશશક્તિ ખીલી ઊઠી, તેમણે પોતાના ઉત્તમ ચારિત્રપાલનથી તેમજ ઉગ્ર તપશ્ચર્યાથી જનસમાજ પર સારો પ્રભાવ પાડ્યો હતો. તેમને બુદ્ધિબળથી આકર્ષાઈ શ્રી શય્યભવસૂરિએ તેમને પોતાના પદ પર સ્થાપન કર્યા. તેઓ ચૌદપૂર્વધારી બન્યા હતા. સંભૂતિવિજય નામના ચૌદ પૂર્વધર શિષ્યને પાટ સોંપી તેઓ સ્વર્ગે સિધાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org