________________
અને તેમને કલ્યાણની ધમાતા માટે અતીવ માન ઉપજયું. તેમણે વિચાર્યું કે મહાવીરના આવા દઢ ભક્તને ખમાવ્યા વિના સંવત્સરી પ્રતિક્રમણ કરવું ઉચિત નહી એટલે સંવત્સરીને દિવસે ચૈત્યપરિપાટી કર્યા પછી સાંજના સંવત્સરી પ્રતિક્રમણ માટે વિમલસાગરને ભલામણ કરીને તેઓ કલ્યાણના ગૃહે આવ્યા. કલ્યાણે, તેની સ્ત્રી અને ચાર પુત્ર સાથે પિસહ કર્યો હતો. તેની સ્ત્રીએ ગુરુ આગમન જાણ્યું એટલે ગુરુને તેડી લાવવા દાસીને હુકમ કર્યો, પુત્રની ચારે વહએ પણ આવી પહોંચી પરન્ત કલ્યાણે તે દાદરો ને કમાડ દઈ દીધાં. બાદ ઘણું મથામણ પછી ચારે પુત્ર તેમ જ કુટુંબ કલ્યાણને ઉપાડીને ગુરુ સમક્ષ લાવ્યા; છતાં પણ તેણે ગુરુને ન વાંધા કે ન તેમના પ્રત્યે નજર સરખી પણ કરી.
ઉપાધ્યાયજીએ તે ઉપદેશ આપ શરૂ કર્યો. સમતા રસના સિંચનથી આખરે કલ્યાણ પીગળે અને બધા સાથે ઉપાશ્રયે આવ્યા. દેવ વાંદી પડિઠકમાણું કર્યું. ક્ષમાપનાના અવસરે ઉપાધ્યાયજીએ સર્વ સંઘની સમક્ષ કલ્યાણને ખમાવ્યું. તેણે પણ ગુરુને ખમાવ્યા. આ પ્રસંગે કલ્યાણને એક બીજો વિચાર સ્ફર્યો કે–તપાગચ્છના ઉપાધ્યાયજી જેવા મને ખમાવે છે અને તેના વિના સંવત્સરી પ્રતિક્રમણની સફળતા માનતા નથી તે પછી મારે સહઅમલ સાથે શા માટે વેર રાખવું?' આમ વિચારી ઉલટથી તેણે સહસ્ત્રમલને પણ ખમા અને વળતે દિવસે બંને એક ભાણામાં બેસી સાથે જમ્યા.
ધીમે ધીમે આ વાત શ્રીમાલદેવને કાને ગઈ. તેને ઉપાધ્યાયજીની શક્તિ માટે માન ઉપર્યું અને તેમને રાજમહેલમાં બોલાવી ધમંગેષ્ઠી કરી. રાજા ઉપાધ્યાયની વાધારાથી આશ્ચર્ય પામ્ય અને ધર્મહિતનાં કાર્યો કર્યા. પછી વાજતેગાજતે ઉપાધ્યાયજી ઉપાશ્રયે પધાર્યા.
ઉપાધ્યાયજીએ “શ્રી યમદેવપઢાવુનયામ” એ પ્રમાણેનું અઠ્ઠાવીશ કાચવાળું તેત્ર બનાવ્યું. પછી કેટલાક શ્રાવકને તે શીખવ્યું. કઈ શ્રાવકે કોઈ એક મહાત્માને તે બતાવ્યું ત્યારે તે જોઈને તેઓ બોલ્યા કે-ઉપાધ્યાયજી તર્કશાસ્ત્ર ભણ્યા છે પણ વ્યાકરણ ભળ્યા જણાતા નથી, તેત્રમાં વ્યાકરણદોષ છે.” શ્રાવકે આવીને તે વાત ઉપાધ્યાયજીને જણાવી. ઉપાધ્યાયજીએ તે સ્તોત્ર પર વૃત્તિ રચીને તે પ્રત તે મહાત્મા પર મોકલાવી આપી, જે વાંચીને ઉપાધ્યાયજીની વિદ્વત્તા માટે તે મહાત્મા પુરુષને અતીવ માન ઉપર્યું.
X
ખરતરગચ્છના ધનરાજ નામના સાધુએ પહેલાં હા કહ્યા પછી ધર્મ સાગર સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org