________________
:
૩ :
બાંધી, કીમતી વસ્ત્ર પહેરી, માથે માત્ર ફાળિયું બાંધીને જ પ્રતિદિન વ્યાખ્યાન સાંભળવા આવતે હમેશાં પ્રતિક્રમણ કરતો અને પાખીને દિવસે પોસહ પણ કરતે. એકદા તે મધ્યાહને વાંદવા આવ્યો ત્યારે ઉપાધ્યાયજીએ તેને પૂછયું કે “તમે માથે પાઘડી કેમ બાંધતા નથી. શું તમારે કોઈ પણ જાતને અભિગ્રહ છે ?” ગુરુના આ પ્રશ્નથી તેણે જણાવ્યું કે “રાજા શ્રીમાલ દેવની રાજસભામાં મેં પ્રતિજ્ઞા કરી છે કે મંત્રી સહઅમલને માર્યા પછી જ માથે પાઘડી બાંધું. ” ગુરુએ પૂછયું કે ‘આવી પ્રતિજ્ઞા કર્યાને કેટલા વર્ષ થયાં ?” ત્યારે તેણે જવાબ આપ્યો કે “ પચીશ વર્ષ.” આ ઉપરથી ઉપાધ્યાયજીએ જાણ્યું કે શ્રાવક કલ્યાણ મહાક્રોધી જણાય છે. પછી તેને ઘણા દાખલા-દુષ્ટાન્તપૂર્વક ક્રોધને ત્યાગ કરવા સમજાવ્યો છતાં પણ તે કઈ રીતે સમજે નહિ.
એકદા પ્રહરરાત્રિ વ્યતીત થઈ ત્યારે મંત્રી સહસ્ત્રમલ રાજસભામાંથી પરવારીને ઉપાશ્રયે આવ્યો. સર્વે સાધુઓએ સંથારો કર્યો હતો અને ઉપાધ્યાયજી કઈ શિષ્યને શાસ્ત્રપાઠ શિખવી રહ્યા હતા. કમાડ ઉઘાડીને મંત્રીએ પ્રવેશ કરી ગુરુને વાંદ્યા. બાદ ગુરુએ તેમને જણાવ્યું કે “તમારે માથે દુશ્મન છે તે તમે મોડી રાત્રિએ એકલા કેમ જાવઆવ કરે છે ?” ત્યારે મંત્રીએ પૂછયું કે મારે કોણ દુશ્મન છે?” ત્યારે તેમણે કલ્યાણની વાત કહી સંભળાવી દેવાનુગે કલ્યાણ તે દિવસે પડિકમણું કરીને ઉપાશ્રયમાં જ સૂતો હતો.તે આ વાત સાંભળતાં જાગી ઊડ્યો અને ગુરુને ઠપકે આપી પોતાને ઘરે ચાલ્યો ગયો. સવારે ફક્ત જિનમંદિરે દર્શન કરી જમવા બેઠે ત્યારે તેની સ્ત્રીએ પૂછયું કેઉપાધ્યાયજીને વાંદી આવ્યા ?? છતાં તેણે કઈ જવાબ ન આપે એટલે આગ્રહ કરતાં તેણે રાત્રિને બધો વૃત્તાંત કહી સંભળાવ્યું ત્યારે તેની સ્ત્રીએ કહ્યું કે- સાધુપુરુષ સાથે રાગદ્વેષ ન કરીએ.” એવી રીતે તેને ઘણી રીતે સમજાવવામાં આવ્યો પણ ટેકીલે કલ્યાણ એકને બે ન થયો. હવે તેણે ઉપાશ્રયે આવવું જ બંધ કર્યું. સામાયિક, પ્રતિક્રમણ વિગેરે ધાર્મિક ક્રિયા ઘરે જ કરવા માંડી. સંઘ પણ વિનતિ કરવા આવી ગયે છતાં તે કોઈ રીતે ન માન્યું. તેને પ્રતિબંધવા ઉપાધ્યાયજીએ વિમલસાગર ગણને મોકલ્યા તે પણ તેણે પિતાને નિશ્ચય ન જ ફેરવ્યું.
કલ્યાણ શ્રીમંત અને ગણનાપાત્ર વ્યક્તિ જે હેવાથી આ પ્રસંગનો લાભ લેવા પુનમીયા, ખરતર, અંચલીયા, લંકા વિગેરે દશ મતના શ્રાવકે કલ્યાણ પાસે ગયા અને જણાવ્યું કે “ઉપાધ્યાય ઉગ્ર સ્વભાવના છે. તમારે અને તેને મેળ જામે નહિ પણ અમારા ઉપાશ્રયે પધારે. અમારું અને તમારું કલ્પસૂત્ર એક જ છે. વિગેરે વિગેરે આ વચન સાંભળી કલ્યાણે રોષપૂર્વક જવાબ આપે કે “વાણી મહાજનથી રીસાણ હોય તો પણ ઢઢની શ્રેણીમાં જઈને ન બેસે તેમ તમે ઉસૂત્રભાષી હેવાથી મહાવીરશાસનના દુશ્મન છે. તમારા મુખથી ક૯પસૂત્ર સાંભળું તે મારા સંસાર વિશેષ વધે.” આ વાત ઉપાધ્યાયજીના કાને આ પી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org