________________
શ્રી હીરવિજયસૂરિ - રર૬ :
[ શ્રી તપાગચ્છ હાલ પાસે તેના કહેવા મુજબ રામજીની માંગણી કરી. કાયઃ સરી જવાથી રત્નપાલની વૃત્તિ ફરી ગઈ હતી તેથી ઊલટે તે ગુરુ સાથે કલેશ કરવા લાગ્યો. તલમાં તેલ ન હોવાથી ગુરુએ તે વાત પડતી મૂડી, પણ રત્નપાલ હજુ નિશ્ચિત થયો ન હતો. લાગ વગ પહોંચાડી ખંભાતના સુબા શીતાબખાનને તેણે જણાવ્યું કે-હીરવિજયસૂરિ આઠ વર્ષના બાળકને સાધુ બનાવવા રાહે છે.” કાચા કાનના સૂબાએ હીરવિજયસૂરિ અને બાજા સાધુઓને પકડી લાવવા રંટ કાઢયું. આ ઉપદ્રવમાંથી બચવા સૂરિજીને તેવીશ દિવસ સુધી ગુપ્તપણે સંતાઈ રહેવું પડ્યું હતું.
વિ. સં. ૧૬૩૦ માં જ્યારે સૂરિજી બોરસદમાં હતા ત્યારે કર્ણ ષિના ચેલા જગમાલ ઋષિએ આવી તેમની પાસે ફરિયાદ કરી કે મને મારા ગુરુ પિથી આપતા નથી તો તમે તે અપા,' ગુરુએ જણાવ્યું કે તારા ગુરુ તારામાં લાયકાત નહીં જોતા હોય તેથી નહીં આપતા હોય, તેમાં તકરાર કરવાની જરૂર નથી.” તેને વિશેષ સમજાવવામાં આવ્યું. છતાં તે સમયે નહિ ત્યારે તે “ગચ્છબહાર કર્યો આથી જગમાલ ઊલટો સૂરિજી પ્રત્યે વિશેષ વિદ્વેષી બન્યા અને ત્યાંથી પેટલાદ જઈ ત્યાંના હાકેમને હીરવિજયસૂરિ સંબંધી કેટલીક બનાવટી વાત કહી. હાકેમ ચીડાયો અને સૂરિજીને પકડવા માટે સીપાઈઓ મેકયા, સીપાઈઓ બોરસદ આવ્યા પણ કાર્ય સિદ્ધ થયું નહિ એટલે ફરી વાર ઘેડેસ્વાર લઈને આવ્યા, છતાં પણ નિષ્ફળતા જ મળી. શ્રાવકે એ ઘોડેસ્વારોને “દામનીતિ” થી સમજાવી લીધા એટલે તે ઊલટા જગમાલની વિરુદ્ધ થઈ ગયા. પણ જગમાલ આટલેથી અટકે તેમ ન હતો. તે સમ્રાટ અકબર સુધી પહોંચ્યો અને તેને જેમ તેમ સમજાવી સૂબા સાહિબખાન ઉપર ફરમાન લખાવી લાવ્યા, પરંતુ માનું કલ્યાણ અને માનસિંઘને આ હકીકતની જાણ થતાં જ તેમણે અકબરને સાચી સમજ પાડી અને જગમાલની વિરુદ્ધ ફરમાન લખાવી લીધું અને ત્વરાથી તે ફરમાન જગમાલ ગુજરાત પહોંચ્યા અગાઉ ગંધાર મોકલી આપ્યું. પરિણામે જગમાલ સૂરિજીને કંઈ નુકશાન કરી શકે નહિ અને જ્યારે સૂરિજીને અકબર પાસે જવાનું થયું ત્યારે તેની પ્રાર્થના પરથી તેને પુનઃ ગચ્છમાં દાખલ કરવામાં આવ્યા.
' સૂરિજી વિહાર કરી કુણગેર (પાટણથી ત્રણ ગાઉ દૂર) આવ્યા અને ત્યાં જ ચોમાસું કર્યું. આ વખતે “સેમસુંદર” નામના એક આચાય પણ ત્યાં જ ચોમાસું રહ્યા હતા. પર્યુષણ વીત્યા પછી ત્યાં ઉદયપ્રભસૂરિ આવી ચઢ્યા અને
* પચાસમા પટ્ટધર શ્રી સમસુંદર સમજવા નહિ. આ સેમસુંદર કોઈ બીજા જ જણાય છે.
૪ મા ઉદપપ્રભસૂરિ શિથિલાચારી હોવાનું અનુમાન થાય છે, કારણું કે ચોમાસાની અંદર એક ગામથી બીજે ગામ વિહાર કરી શકાય નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org