SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પટ્ટાવલી ] - રર : શ્રી હીરવિજ્યસૂરિ અને તેમનું “હરહર્ષ” એવું નામ રાખવામાં આવ્યું. હીરજીની સાથે બીજા આઠ જણાએ દીક્ષા લીધી. ધીમે ધીમે શાસ્ત્રાભ્યાસ કરતાં તેઓ સંયમ ધર્મમાં પ્રવીણ બન્યા. હવે ગુરુને તેમને ન્યાયશાસ્ત્રમાં પ્રવીણું કરવાની ભાવના થઈ. આધુનિક સમયમાં જેમ ન્યાયશાસ્ત્ર માટે બંગાળ અને વ્યાકરણ માટે કાશીને કેન્દ્રસ્થાન માનવામાં આવે છે તેવી રીતે તે સમયે દક્ષિણમાં ન્યાયશાસ્ત્રના વિચક્ષણ વિદ્વાને રહેતા હતા. ગુરુ-આજ્ઞાથી ધર્મસાગર અને રાજવિમળને સાથે લઈને હીરહર્ષ મુનિ દેવગિરિ (દોલતાબાદ) ગયા. ત્યાં કેટલાક કાળ રહી “ ચિંતામણિ” વિગેરે ન્યાયશાસ્ત્રના કઠિનમાં કઠિન ગ્રંથને અભ્યાસ કર્યો. અભ્યાસ કરી આવ્યા બાદ તેમની શક્તિ તેમજ ચગ્યતા જોઈ વિ. સં. ૧૬૦૭ માં નાડલાઈ(મારવાડ)માં પંડિત પદ અને વિ. સં. ૧૬૦૮ માં તે જ નગરમાં વાચક–ઉપાધ્યાય પદ આપ્યું. બાદ વિ. સં. ૧૬૧૦ માં શહીમાં ચાંગા મહેતાએ કરાવેલ મહત્સવપૂર્વક આચાર્ય પદ-પ્રદાન કરવામાં આવ્યું અને તેમનું શ્રી હીર વિજયસૂરિ એવું નામ સ્થાપવામાં આવ્યું. આચાર્ય પદવી થઈ ગયા પછી તેઓ વિહાર કરી પાટણ આવ્યા અને ત્યાં તેમને પાટમહોત્સવ કરવામાં આવ્યું, જે પ્રસંગે સૂબા શેરખાનના મંત્રી ભણશાલી સમરથે અતુલ દ્રવ્ય વાપર્યું. વિ. સં. ૧૬૨૨ ના વૈશાખ શુદિ ૧૨ ના રોજ વડાવલી(પાટણથી પંદર માઈલ દૂર)માં ગુરુમહારાજ વિજયદાનસૂરિને સ્વર્ગવાસ થતાં તેમના શિર પર ગચ્છની સારસંભાળને ભાર આવી પડ્યો. વિક્રમની સોળમી શતાબ્દિમાં ભારતમાં અને ખાસ કરીને ગુજરાત પ્રાંતમાં અરાજકતાનું સામ્રાજ્ય જાણ્યું હતું. સૂબાઓ લગભગ સ્વતંત્ર જેવા બની ગયા હતા અને કઈ પણ પ્રકારે પ્રજાને હેરાન કરવી એ જ તેઓને મનસૂબો રહેતો. આવી અસર સત્તરમા સૈકામાં પણ ચાલુ હતી. કાચા કાનને કારણે સૂબાઓ વગરવિચાર્યું હુકમો કરતા. પ્રજાની સાથોસાથ સંત-સજન પુરુષને પણ હેરાન કરવામાં તેઓ પાછું વાળી જોતા નહિ. શ્રીમાન હીરવિજયસૂરિજીને પણ આવા કેટલાંક કષ્ટદાયક પ્રસંગોમાંથી પસાર થવું પડયું હતું. એક વખત સૂરિજી વિહાર કરતાં કરતાં ખંભાત પધાર્યા. ત્યાં રત્નપાલ દેશી નામના ગૃહસ્થને રામજી નામને ત્રણ વર્ષના પુત્ર વ્યાધિની વ્યથાથી પીડિત થતા હતો. રત્નપાળ ગુરુના પ્રભાવથી વાકેફ હતો. તેણે ગુરુજીને વિજ્ઞપ્તિ કરી કે-“હે મહારાજ ! આ મારા પુત્રને જો આપ નિરોગી બનાવશે તે હું તે તમને સુપ્રત કરી દઈશ. ” બાદ ગુરુજી ત્યાંથી વિહાર કરી ગયા અને ભાગ્યાનુયોગે રામજી દિવસે દિવસે નિરોગી બનવા લાગે. પછી તે તેને તદ્દન આરામ થઈ ગયો. જયારે રામજી આઠ વર્ષની ઉમ્મરને થયું ત્યારે આચાર્ય શ્રી પુનઃ ખંભાત પધાર્યા અને રત્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy