________________
---
--
શ્રી હીરવિજયસૂરિ
: ૨૨૪ :
[ શ્રી તપાગચ્છ પ૮, શ્રી હીરવિજયસૂરિ. જન્મ વિ. સં. ૧૫૮૩ : દીક્ષા વિ. સં. ૧૫૯૬ઃ પંડિત પદ વિ. સં. ૧૬૦૭ : વાચક પદ વિ. સં. ૧૬૦૮ : આચાર્ય પદ વિ.
સં. ૧૬૧૦ : સ્વર્ગવાસ વિ. સં. ૧૬૫ર : સર્વાય ૬૯ વર્ષ શ્રી સમસુંદરસૂરિ જેવા પ્રભાવક પુરુષની જન્મભૂમિ તરીકે પ્રખ્યાતિ પામેલ પાલનપુરમાં વિ. સં. ૧૫૮૩ ના માગશર શુદિ નવમીના દિવસે ખીમસરા ગોત્રીય અને ઓશવાળ વંશીય કંરાશાહને ત્યાં તેમને જન્મ થયો હતો. માતાનું નામ નાથીબાઈ હતું અને તેમનું “હીરજી” એવું નામ પાડવામાં આવ્યું. હીરજીના જન્મ પહેલાં નાથીબાઈએ સંઘજી, સુરજી અને શ્રીપાલ નામના ત્રણ પુત્રે તેમ જ રંભા, રાણ અને વિમલા નામની ત્રણ પુત્રીઓ એમ છ સંતાનને જન્મ આપ્યો હતે. હીરજી જેવા પુણ્યવંત પુત્રના જન્મથી કુરાશાહની ભાગ્યદેવીએ કંઈક જોર કર્યું, અને “પુત્રના લક્ષણ પારણામાંથી જણાય” એ કહેવત અનુસાર હીરજી બાલ્યાવસ્થાથી જ તેજસ્વી, લક્ષણવાન અને નેહાળ સ્વભાવને બને.
અનુક્રમે વૃદ્ધિ પામતાં પાંચ વર્ષની વયે કુરાશાહે હીરજીને વ્યવહારિક જ્ઞાનપ્રાપ્તિ માટે શાળાએ મૂકો, અને ધાર્મિક જ્ઞાન-પ્રાપ્તિ માટે સાધુ-સંસર્ગ કરાવવા માંડ્યો. તીક્ષણ બુદ્ધિ, એકાગ્ર મન અને જ્ઞાનપિપાસાને કારણે માત્ર બાર વર્ષની ઉમ્મરે જ હીરજી ધાર્મિક જીવનપરાયણ બન્યો. તેના ધાર્મિક આચાર-વિચાર અને રહેણીકરણી ઉપરથી કુટુંબી જનેને જણાયું કે–હીરજી તેજસ્વી ને વિદ્વાન સંત થશે.
કુદરતને પણ કઈક એવું જ ગમતું હશે. ભાગ્યયોગે છેડો સમય વીત્યો તેવામાં હીરજીના માતાપિતા સ્વર્ગવાસી થયા. સજજન પુરુ ગમેતેવા પ્રસંગમાંથી પણ બોધ ત્યે છે તેમ હીરજીને આ બનાવથી સંસારની અસારતા તેમજ અનિત્યતાનું ભાન થયું. તેને વિરક્તભાવ વૃદ્ધિ પામ્યું. બાદ હીરજીની બે બહેને વિમળા અને રાણી જે પાટણ રહેતી હતી તે પાલણપુર આવીને હીરજીને પાટણ તેડી ગઈ.
પાટણમાં આ વખતે ક્રિોદ્ધારક આનંદવિમળસૂરિજીના પટ્ટધર શ્રી વિજયદાનસૂરિ બિરાજતા હતા. હીરજી હમેશાં વંદન કરવા અને વ્યાખ્યાન-શ્રવણ નિમિત્તે ઉપાશ્રયે જવા લાગ્યો. વિજયદાનસૂરિના ઉપદેશે તેને કેમળ હૃદય-પટ પર અસર કરી અને હીરજીએ દીક્ષા લેવાને મનમાં જ નિરધાર કરી વાળ્યો. પ્રસંગ સાધી બહેનને પણ પિતાને અભિપ્રાય જણાવ્યો. બહેન સમજુ અને શાણી હતી. પ્રાણી માત્રના કલ્યાણની ઊંચી હદ એ દીક્ષા છે એમ તે જાણતી હતી તેથી તેણે દીક્ષા લેવાને નિષેધ પણ ન કર્યો તેમ જ ખુલ્લા શબ્દોમાં અનુમતિ પણ ન આપી; પરન્તુ છેવટે બહેનને સમજાવી વિ. સં. ૧૫૯૬ ના કાતિક વદ ૨ ને સોમવારના દિવસે હીરજીએ પ્રવજ્યા ગ્રહણ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org