SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સોમતિલકસૂરિ : ૧૮૦ :- [ શ્રી તપાગચ્છ ૪૮ શ્રી સંમતિલકસૂરિ જન્મ વિ. સ. ૧૩૫૫ માહ માસઃ દીક્ષા વિ. સં. ૧૩૬૯: આચાર્ય પદ વિ. સં. ૧૩૭૩ઃ સ્વર્ગગમન વિ. સં. ૧૪૨૪ : સર્વાય ૬૯ વર્ષ : શ્રી સમપ્રભસૂરિ(બીજા)ની પાટે શ્રી મતિલકસૂરિ આવ્યા. સોમપ્રભસૂરિએ પહેલા પિતાના વિમળપ્રભસૂરિ નામના શિષ્યને આચાર્યપદ આપી પટ્ટધર નીમ્યા હતા, પરંતુ તેઓ અલપજીવી નીવડવાથી શ્રી સંમતિલકસૂરિ અને પરમાનંદસૂરિ બંનેને સાથે આચાર્ય પદવી આપી પટ્ટધર નીમ્યા. તેમાં પણ પરમાનંદસૂરિને સ્વર્ગવાસ વહેલો થવાથી શ્રી સોમતિલકસૂરિ પટ્ટધર તરીકે ચાલુ રહ્યા. તેમના જીવનને લગતે વિશેષ વૃત્તાંત કયાં ય ઉપલબ્ધ થતો નથી, પણ સહિષ્ણુતા અને પિતાના વિશાળ વિચારોને કારણે તેઓ તેમના સમયમાં શ્રેષ્ઠ આચાર્યપણાની ખ્યાતિ પામ્યા હતા. તેઓ ગચ્છ-મમત્વથી પણ પર હતા અને તેને કારણે જ ખરતર ગચ્છીય શ્રી જિનપ્રભસૂરિએ પોતાના શિષ્યો માટે રચેલ ૭૦૦ નવીન સ્તોત્રો શ્રી સંમતિલકસૂરિને સમર્પણ કર્યાં હતાં. તેમને (૧) શ્રી પદ્ધતિલકસૂરિ (૨) શ્રી ચંદ્રશેખરસૂરિ, (૩) શ્રી જયાનંદ. સૂરિ ને (૪) શ્રી દેવસુન્દરસૂરિ નામના પ્રખર પ્રતાપી શિષ્યા હતા અને તેમને અનુક્રમે આચાર્ય પદ આપવામાં આવ્યું હતું. ( વિશાળ વિચારે અને ઉન્નત ભાવના હેવા સાથે તેઓની સાહિત્યસેવા પણ ઓછી ન હતી. તેમણે ૩૮૭ ગાથાને બૃહન્નવ્યક્ષેત્રસમાસ, સપ્તતિશતસ્થાનક આદિ ગ્રંથ અને પિતાના ગુરુએ રચેલ અઠ્ઠાવીશ યમક સ્તુતિઓ પર વૃત્તિ રચી છે. આ ઉપરાંત કેટલાક નૂતન સ્તોત્રની રચના પણ કરી છે. તેઓ વિ. સં ૧૪૨૪માં સ્વર્ગવાસી થયા. તેમના શિષ્ય શ્રી ચંદ્રશેખરસૂરિને જન્મ વિ. સં.૧૩૭૩માં થયો હતો અને બાર વર્ષની ઉંમરે વિ. સં. ૧૩૮૫માં દીક્ષા લીધી હતી. વિ. સં. ૧૩૯૪માં આચાર્યપદ આપવામાં આવ્યું અને પચાસ વર્ષનું આયુષ્ય પાળીને વિ. સં. ૧૪૨૩માં તેઓ સ્વર્ગવાસી થયા. તેમણે ઉષિતભોજન કથા, યુવરાજર્ષિ કથા, વગેરે કથાઓ અને સ્તંભનકહારબંધ ઈત્યાદિ સ્તવને રચેલા છે. બીજા શિષ્ય શ્રી જયાનંદસૂરિને જન્મ વિ. સં. ૧૭૮૦માં થયેલ હતું અને તેમણે પણ બાર વર્ષની વયે એટલે કે ૧૩૯૨માં અષાડ શુદિ સાતમના રોજ દીક્ષા સ્વીકારી હતી. વિ. સં. ૧૮૨૦માં અણહીલપુર પાટણમાં ચૈત્ર શુદિ ૧૦ના રોજ તેમને સૂરિપદ આપવામાં આવ્યું અને વિ. સં. ૧૪૪૧માં તેઓ સ્વર્ગવાસી બન્યા. તેમણે શ્રી સ્થલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy