SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ પાવલી ] શ્રી સમપ્રભસૂરિ ૪૭ શ્રી સેમિપ્રભસૂરિ (બીજ ) જન્મ વિ. સં. ૧૩૧૦ : દીક્ષા વિ. સં. ૧૩૨૧: આચાર્યપદ વિ. સં. ૧૩૩ર : સ્વર્ગવાસ વિ. સં. ૧૩૭૩ઃ સર્વાથ ૬૩ વર્ષ : શ્રી ધર્મઘોષસૂરિની પાટે સુડતાલીશમા પટ્ટધર શ્રી સમપ્રભસૂરિ થયા. તેઓ મહાજ્ઞાની ને શાસ્ત્રપારગામી હતા. તેમને અગ્યારે અંગે–સાર્થ કંઠા હતા. તેઓ ચારિત્રપાલનમાં અતિ વિશુદ્ધિપરાયણ હતા. સ્વગુરુ ધમષે તેમને શક્તિશાળી સમજીને જ્યારે મંત્રગભિત પુસ્તિકા આપવા માંડી ત્યારે તેમણે જણાવ્યું કે-“શ્રુતજ્ઞાન એ જ મંત્ર પુસ્તિકા છે, મારે બીજી કઈ મંત્ર પુસ્તિકાની જરૂર નથી” એમ જણાવી તેમણે તે પુસ્તિકા સ્વીકારી નહિ એટલે બીજા યોગ્ય પાત્રના અભાવમાં તે પુસ્તિકાને જળશરણ કરવામાં આવી. તેઓ શુદ્ધ ક્રિયાપરાયણ પણ હતા અને તે કારણથી જળકુંકણ દેશમાં અકાયની વિરાધના થવાના ભયથી તેમજ મરુધર દેશમાં શુદ્ધ-નિર્દોષ પાણીના અભાવને કારણે સાધુઓના વિહારને નિષેધ કર્યો હતો. આ ઉપરાંત તેઓ જ્યોતિષશાસ્ત્રનું પણ સારું જ્ઞાન ધરાવતા હતા. તેઓ ભીમપલ્લી( હાલનું ડીસા કેમ્પથી આઠ કેસ દૂર આવેલ ભીલડી ગામ ) માં ચાતુર્માસ રહ્યા ત્યારે જ્ઞાનબળથી જણાયું કે નજીકના વખતમાં આ પલ્લીને નાશ થવાનો છે. તે વર્ષે બે કાતિક માસ હતા ને ચાતુર્માસ પૂર્ણ થાય તે અગાઉ પહેલા કાતિક વદિમાં આ પલ્લીમાં ઉપદ્રવ થશે–ભંગ થશે એમ જાણું તેઓ પ્રથમ કાર્તિક શુદિ ૧૫ મે ત્યાંથી વિહાર કરી ગયા. શાસ્ત્ર-નિયમાનુસાર બીજા કાતિક માસની ચૌદશે ચમાસી પ્રતિક્રમણ કર્યા પછી વિહાર કરવો જોઈએ પણ આ ઉપદ્રવથી બચવા તેમણે એ માર્ગ સ્વીકાર્યો હતે. અન્ય ગચ્છીય આચાર્યો સાથે હતા. તેમને આ વાત જણાવી સમજાવવામાં આવ્યા છતાં કેટલા ન માન્યા અને ત્યાં જ રહ્યા જેને પરિણામે તેઓ દુઃખી થયા. તે પલ્લી બળીને ભસ્મ થઈ ગઈ. તેમણે ચિતડમાં બ્રાહ્મણની સભામાં જય મેળવ્યા હતા. તેઓને શ્રી વિમળપ્રભસૂરિ, શ્રી પરમાણંદસૂરિ, શ્રી પતિલકસૂરિ અને શ્રી સંમતિલકસૂરિ એ નામના ચાર શિષ્યો હતા. જે વર્ષે શ્રી ધર્મઘોષસૂરિ સ્વર્ગવાસી થયા તે જ વર્ષમાં એટલે કે વિ. સં. ૧૩૭૩ માં શ્રી સમપ્રભસૂરિએ શ્રી પરમાણંદસૂરિ તેમજ શ્રી સંમતિલકસૂરિને આચાર્ય પદ આપ્યું અને ત્રણ માસ પછી પોતે સ્વર્ગવાસી થયા. - એમ કહેવાય છે કે તેઓ સ્વર્ગવાસ પામ્યા તે સમયે ખંભાતનગરમાં તેમના ઉપાશ્રય નજીક સ્વગથી વિમાન આવ્યું હતું, અને તેઓ કાળધર્મ પામીને સૌધર્મ દેવલોકમાં ઇંદ્રના સામાનિક દેવ તરીકે ઉપજ્યા હતા. તેમણે આરાધના પયત્નો, જીવકલ્પસૂત્ર, યત્રાવિત્ર સ્તુતિ, નિનેન યેન વિગેરે અઠાવીશ ચમક સ્તુતિઓ રચી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy