________________
વાદીતાલ શ્રી શાન્તિસૂરિ
: ૧૧૪ :
[ શ્રી તપાગચ્છ
ધનપાળે કહ્યું કે
अकंठस्य कंठे कथं पुष्पमाला ? विना नासिकायाः कथं धूपगंधः ? अकर्णस्य कर्णे कथं गीतनादः?
अपादस्य पादे कथं मे प्रणामः? જેને કંઠ ન હોય તેને પુષ્પમાળા કયાં પહેરાવવી? જેને નાસિકે ન હોય તેને સુગંધ કેમ આપવી? જેને કાન ન હોય તેમને સંગીત કેમ સંભળાવવું ? અને જેને ચરણ ન હોય તેમને પ્રણામ કેમ કરવા? આમ વિચારીને લિંગરૂપ શંકરની મેં પૂજા ન કરી.
રાજા–ત્યાર પછી તમે વિષ્ણુની પૂજા ન કરી અને વસ્ત્રને પડદો કરીને કેમ નીકળી ગયા?
ધનપાળ–રાજે, વિષ્ણુ પિતાની સ્ત્રીને લઇને બેઠા હતા, તેથી મને વિચાર આવ્યો કે વિષ્ણુ અત્યારે એકાંતમાં છે માટે આ અર્ચાનો અવસર નથી. વળી ચૌટામાં જતાં લોકે આ જુએ તે યોગ્ય નહીં એમ વિચારી મેં વસ્ત્રનો પડદો કર્યો.
રાજા–તે તમે મારી આજ્ઞા વિના ઋષભદેવની પૂજા કેમ કરી?
ધનપાળ-આપે દેવની પૂજા માટે આદેશ કર્યો હતો. દેવ તરીકેના નીચેના બધા ગુણો ઋષભદેવમાં હતા તેથી મેં તેમની ભકિતપૂર્વક પૂજા કરી.
प्रशमरसनिमग्न दृष्टियुग्मं प्रसन्न, वदनकमलमकः कामिनीसंगशून्यः । करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं,
तस जगति देवो वीतरागस्त्वमेव ।। અર્થાત-જેમના બંને લોચન સમતા રસમાં નિમગ્ન છે, જેમનું મુખકમળ સદા પ્રસન્ન રહે છે, જેમને ઉસંગ (ગે) સ્ત્રીના સંસર્ગથી રહિત છે અને જેમના હરતમાં કઈ પણ જાતનું શસ્ત્ર નથી એવા હે પ્રભુ! તમે એક જ વીતરાગ-રાગ દ્વેષ વિનાના-છો.
આવા યુક્તિપૂર્ણ વચનથી રાજાને દ્વેષને બદલે ઊલટે પ્રેમ પ્રગટ્યો. આવી રીતે ઘણા પ્રસંગ ગાએ રાજાએ તેની પરીક્ષા કરી હતી અને તે બધી કસોટીઓમાંથી, સોનું જેમ અગ્નિમાંથી શુદ્ધ થઈને બહાર આવે તેમ ધનપાળનું વ્યકિતત્વ ઝળકી ઊઠતું. ભોજ રાજાએ તેમને “સિદ્ધસારસ્વતકવીશ્વર' ને “કુચલ (દાઢી મૂછવાળા) સરસ્વતી એવાં બિરુદ આપ્યાં હતાં.
ધનપાળ નામના બીજા કવિ પણ થયા છે ને તેમણે અપભ્રંશ ભાષામાં “ભવિસયત્તકહા નામનો ગ્રંથ રચ્યો છે.
વાદીતાલ શ્રી શાંતિસૂરિ અણહીલપુર પાટણની પશ્ચિમે ઉન્નાયુ નામના ગામમાં ધનદેવ નામે શ્રેણીને ધનશ્રી નામની સ્ત્રીથી ભીમ નામને પુત્ર થયો હતો. વિશાળ લલાટ અને આજનુ ભુજાથી તે વિશેષ શોભતો હતો. તેના હાથ તથા પગમાં છત્ર, વજ, પતા આદિ લાંછન (ચિહ્નો) હતા. હીરાપકગણના આચાર્ય વિજયસિંહરિને પોતાના અને ભાર ઉપાડે તેવો યોગ્ય પુરુષ ભીમ જણા તેથી વાંછિતની સિદ્ધિ અર્થે વિહાર કરી તેઓ ઉનાયુ આખ્યા. ધનદેવ શ્રેણીના ઘરે જઈ બીમની શાસનતિ માટે માગણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org