SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પટ્ટાવલી ] ક ૧૧૩ : કવિ ધનપાળ ઋષભચરિત્રનું “તિલકમંજરી” એવું અપરનામ શા માટે રાખવામાં આવ્યું? તે પ્રશ્નને લગતા ખુલાસામાં જણાવવામાં આવે છે કે જ્યારે ધનપાળ અષભચરિત્રની રચના કરતા હતા ત્યારે તેની પુત્રી તિલકમંજરી હંમેશા તે ઓરડામાં જતી અને લખાણ વાંચી લેતી. તેની પ્રજ્ઞા એટલી ઉત્કૃષ્ટ હતી કે એક વાર વાંચતાં જ લખાણ યાદ રહી જતું. જ્યારે રાજા ભોજે તે ગ્રંથ બાળી નાખ્યો ત્યારે તિલકમંજરીએ તે પિતાના પિતાને કહી સંભળાવ્યો અને તેની યાદગીરી નિમિત્તે ધનપાળે તે ગ્રંથનું “તિલકમંજરી” એવું અપહરનામ રાખ્યું. સુબંધુની વાસવદત્તા, બાણની કાદબરી, ઠંડીનું દશકુમાર ચરિતને સેઢલની ઉદયસુંદરીનું સાહિત્યસૃષ્ટિમાં જેવું અનુપમ સ્થાન છે તેવું જ અનુપમ સ્થાન ધનપાળની “તિલકમંજરી” માટે છે. છતાંય એક વિશિષ્ટતા એ છે કે તેમાં શ્લોકકાઠિન્ય કે ૫ઘપ્રાચુર્ય નથી. શ્રીમદ્દ હેમચંદ્રાચાર્યે પણ તિલકમંજરીના પદ્યો ઉચ્ચ કોટિનાં માન્યા છે અને પિતાના “ કાવ્યાનુશાસન”માં “લેષ એના ઉદાહરણ તરીકે તેમજ દેનુશાસનમાં માત્રા' નામક છંદના ઉદાહરણ તરીકે તિલકમંજરીમાંથી કાવ્યો ચૂંટી કાઢ્યાં છે. ધનપાળ મુંજના સમયે પણ રાજમાન્ય પંડિત ગણતો ને તેને “સરસ્વતી' નું બિરુદ આપ્યું હતું. ધનપાળ પહેલાં તે વૈદિક ધર્માવલંબી હતે પણ પાછળથી જૈન બનવાથી ધર્મ પરિવર્તનને કારણે રાજા ભેજ સાથે ઘણુ વખત ચર્ચા થતી અને તેને પરિણામે ધનપાળ યુક્તિયુક્ત જવાબ આપી રાજાને નિરુત્તર કરતો. ધનપાળની જેન ધર્મ પર કેટલી અનુપમ દઢતા હતી તે જણાવવા માટે ઘણું દાખલાઓ પિકી એક જ બસ થશે. ધનપાળના દેશી બ્રાહ્મણોએ રાજાના કાન ભંભેર્યા કે–પુરોહિત ધનપાળ જિનેશ્વર ભગવંત સિવાય અન્ય દેવને નમસ્કાર કરતો નથી.” તેની ખાત્રી માટે પ્રસંગ જોઈ રાજાએ ચંદન, પુષ્પાદિ સામગ્રી આપી ધનપાળને હુકમ કર્યો કે “આ સામગ્રીઓ વડે તમે દેવપૂજા કરી આવો. આના આપ્યા પછી રાજાએ તપાસ માટે પાછળ ગુપ્તચરે પણ મોકલ્યા. રાજાજ્ઞા થતાં ધનપાળ તરત જ દેવીના મંદિરમાં ગયા, પણ ત્યાંથી ભયભીત થઈને, તરત જ નીકળીને શિવના સ્થાનકમાં ગયો. ત્યાંથી નીકળીને વિષ્ણુના મંદિરમાં ગયો ને ત્યાં પોતાના ઉત્તરીય વસ્ત્રવડે વિષ્ણુ-લક્ષ્મીની મૂર્તિ આડે પદડો મૂકીને બહાર નીકળી શ્રી ઋષભદેવના મંદિરમાં ગયા. ત્યાં બરાબર ચર્ચા-પૂજા કરી રાજસભામાં પાછો આવ્યો. ગુપ્તચર એ રાજાને બધી હકીકતથી વાકેફ કર્યો. ધનપાળ આવતા રાજાએ પૂછયું કે-“તમે દેવપૂજ બરાબર કરી ” ધનપાને જવાબ આપે કે હા મહારાજ! દેવપૂજા સારી રીતે કરી.” એટલે રાજાએ પુનઃ પૂછયું કે “તમે ભવાની દેવીના મંદિરમાંથી આકુળવ્યાકુળ થઈને એકદમ કેમ બહાર નીકળી ગયા ?” ધનપાળ-હે સ્વામિન! દેવીના હાથમાં ત્રિશળ હતું, લલાટ ભાગે ભ્રકુટી ચડાવેલી હતી અને વળી તે મહિષનું મર્દન કરતી હતી તેથી ભયભીત થઈને હું બહાર નીકળી ગયો. મેં માન્યું કે દેવીને અત્યારે યુદ્ધનો અવસર છે-અર્ચા કરવાનો અવસર નથી માટે મેં તેમની પૂજા કરી નહિ. રાજા–પછી મહાદેવની પૂજા કેમ ન કરી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy