SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ પઢાવલી ] ક ૧૧૫ : વાદવેતાલ શ્રી શાન્તિસૂરિ કરી. શેઠે પણ આ લેક તેમજ પરોકના કલ્યાણ માટે પિતાને પુત્ર ગુરુને અર્પણ કર્યો. યોગ્ય અવસરે દીક્ષા આપી તેનું શાંતિ એવું નામ રાખ્યું. ધીમે ધીમે સમસ્ત કળાઓને પારગામી થયા પછી વિજયસિંહસૂરિ તેને પોતાના પદે સ્થાપી, ગ૭ભાર સોંપી, અણઘણ આદરી સ્વર્ગે સીધાવ્યા. ધીમે ધીમે તેમની ખ્યાતિ પ્રસરતી ગઈ અને પાટણના ભીમરાજાની સભામાં તેમનું અતિવ સન્માન થયું. રાજાએ તેમને “કવીંદ્ર” અને “વાદીચકી’ એવાં બિ પણ આપ્યાં. ભોજરાજ સાહિત્યશોખી હોવા ઉપરાંત કથાપ્રિય પણ હતો. તેને અવનવી કથાશ્રવણમાં અતિ આનંદ ઉપજતો. ભોજરાજાના આગ્રહથી જ તેને સંભળાવવા માટે ધનપાળ કવિએ ઋષભચરિત્ર (તિલકમંજરી) નામની કથા બનાવી હતી પણ તેમાં ઉત્સુત્ર પ્રરૂપણું નથી થઈ તેવી ખાત્રી માટે તેના સંશોધન નિમિતે મહેંદ્રસૂરિને વિનતિ કરી ત્યારે તે કાર્ય માટે તેમણે શાંતિસૂરિનું નામ જણાવ્યું એટલે તે પાટણ આવ્યા. તે સમયે શાંતિસૂરિ ધ્યાનમગ્ન દશામાં હતા તેથી તે તેમના કોઈ એક નૂતન શિષ્ય પાસે બેઠે અને પરીક્ષા કરવા એક ગૂઢ અને અદ્દભુત શ્લોક પૂછ્યો. પણ સિંહના શિષ્ય છુપા રહે ? નૂતન શિષ્ય તેને એવો સરસ જવાબ આપે કે ધનપાળ જેવો કવીશ્વર પણ દિગમૂઢ બની ગયો. પછી ગુરુને પ્રણામ કરી, હેતુ જણાવી માલવદેશ તરફ પધારવાની પ્રાર્થના કરી. સંઘની અનુમતિ લઈ ગુરુએ અવંતી દેશ તરફ વિહાર કર્યો. ગુરુનું આગમન સાંભળી ભેજરાજ પાંચ કેશ સામે આવ્યો. આ સમયમાં વાદવિવાદનું અતિશય મહત્વ હતું. વાદ જીતે તે સમર્થ ગણાતો. ભોજ રાજાને પિતાની વિધાન સભા માટે અભિમાન હતું તેથી તેણે ગુરુમહારાજને જણાવ્યું કે- મારા એક એક વાદીને જીતશે તો એક એક લક્ષ દ્રવ્ય આપીશ. ” ગુરુએ તે વાત સ્વીકારી ને અ૫ સમયમાં ચોરાશી વાદીઓને જીતી લીધા. રાજા વિચારમૂઢ બની ગયો. તેને કોઈ રીતે શાંતિસૂરિને પરાસ્ત કરવા હતા તેથી તેણે તે પછી ચોરાશી લક્ષ દ્રવ્ય આપીને “ સિદ્ધસારસ્વત” નામના કવિને બોલાવ્યા. તે પણ પરાજિત થઈ ગયો એટલે રાજાએ અતિ હર્ષ પામી શાંતિસૂરિને “વાદીતાલ” (વાદીઓના પણ તાલ) એવું બિરુદ આપ્યું.. આવી રીતે પિતાની પ્રતિષ્ઠા વધારી તેઓ પુનઃ પાટણ પધાર્યા. ત્યાં જિનદેવ શેઠને પદ્મ નામને પુત્ર સર્પસથી મૃત્યુ પામ્ય જણાતો હતો તેને સ્વશિષ્યના કથનથી સચેત કર્યો. એકદા શાંતિસૂરિ પિતાના બત્રીશ શિષ્યોને પ્રમાણુશાસ્ત્ર ભણાવવા લાગ્યા તેવામાં શ્રી મુનિચંદ્ર સૂરિ ઐયપરિપાટી કરવાની ઈચછાથી નફુલપુર(નાડોલ)થી પાટણ આવ્યા. આચાર્યને પ્રણામ કરી, દશ દિવસ સુધી ત્યાં રહી વાચના શ્રવણ કરી. પ્રસંગોપાત એક દુર્ઘટ પ્રમેય સમજાવવા છતાં શિષ્ય સમજી શકયા નહિ. તેથી ગુરુ કંઈક ખેદ પામ્યા અને નિઃશ્વાસ નાખી બોલ્યા કે-“ આ તે ભસ્મમાં ઘી નાખવા જેવું થયું. ” ગુરુના આ કથનથી મુનિચંદ્રસૂરિ ચમક્યા. ગમે તેવા પ્રયત્ન કરવામાં આવે છતાં રનનું તેજ છુપાય નહી. મુનિચંદ્રસૂરિ મહાતાર્કિક હતા. શાંતિસૂરિ સાથે પ્રથમ પરિચય હોઈને તેઓ શાંત ચિત્તે બધું શ્રવણ કરતા હતા પણ પ્રસંગ આવ્યો એટલે મુનિચંદ્રસૂરિએ બધા દિવસન યથાએ યાખ્યાન કહી બતાવ્યું. તે સાંભળી તેમની પ્રજ્ઞા માટે શાંતિમરિ ચમત્કાર પામ્યા અને તેમને પ્રમાણુશાસ્ત્રનો આગળ અભ્યાસ કરાવ્યું. ધનપાળે ભેજ રાજાની સભામાં ધર્મ નામના વાદીને જીતતાં તેણે ધનપાળની અતિ પ્રશંસા કરવા માંડી ત્યારે ધનપાળે જણાવ્યું કે તે શું માત્ર છું? ખરા વાદો તો પાટણમાં બિરાજતા શાંતિસૂરિ છે.'' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy