________________
શ્રી માનદેવસૂરિ
[ શ્રી તપાગચ્છ પછી શાસનદેવી અદશ્ય થતાં બધા શ્રાવકે એ એકમત થઈ વીરદત્ત નામના શ્રાવકને નાડોલ નગરે માનદેવસૂરિ પાસે મોકલ્યો. વિનંતિપત્ર લઈ વરદત્તે નાડોલ નગરે જઈ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. આ સમયે માનદેવસૂરિ પર્યકાસન લગાવી, નાસિકાના અગ્રભાગ ઉપર દૃષ્ટિ સ્થાપી ધ્યાનમગ્ન થયેલા હતા. નિયમ મુજબ જયા અને વિજયા નામની દેવી વંદન કરવા આવી હતી તે પણ એક ખૂણામાં બેઠી હતી. ઉપરનું દશ્ય જોતાં જ વરદત્ત ચમક. તેનું મન શંકાશીલ બન્યું. તે વિચારવા લાગ્યું કે“એક તે મધ્યાહ્નકાળ, એકાંત અને આ સ્ત્રીઓની હાજરી! ખરેખર શાસનદેવીએ અમને છેતર્યા છે. મને આવેલે જોઈને જ ગુરુએ કપટ ધ્યાન ધયું લાગે છે.” તે બહાર બેઠે. અને ગુરુએ દયાન પામ્યું ત્યારે અવજ્ઞાપૂર્વક–અવિનયી રીતે વંદન કર્યું. તેના આવા વર્તનથી દેવીઓને રોષ ઉત્પન્ન થયે ને તેને ત્યાં જ શિક્ષા કરી બાંધી લીધો. પછી ગુરુએ તેને બંધનમુક્ત કરાવ્યો એટલે દેવીઓએ કહ્યું- હે પાપી ! પવિત્ર આચરણવાળા માનદેવસૂરિ માટે ખોટે વિકલ૫ કરતાં તેને લજા ન આવી ? અમે દેવીઓ છીએ તે પણ તે જાણી શકતો નથી. અમારી દષ્ટિ નિમેષ રહિત છે, અમારા પગ પૃથ્વીને અડતા નથી અને અમારી ફૂલની માળા કરમાયા વિનાની છે તે પણ તારા ખ્યાલમાં આવતું નથી ?” આવા વચન સાંભળી શરમીંદા બનેલ વરદત્તે પોતાના આગમનનું કારણ કહી સંભળાવ્યું અને પોતાના અનુચિત વર્તન માટે પણ પશ્ચાત્તાપ જાહેર કર્યો.
પછી ગુરુમહારાજે જણાવ્યું કે-મને સંઘની આજ્ઞા પ્રમાણ છે તેથી હું અહીં રહીને પણ તમારો ઉપદ્રવ શાંત કરવા પ્રયત્ન કરીશ. અહીંના સંઘની આજ્ઞા વિના હું ત્યાં આવી શકીશ નહિ, તો અહિંના સંઘમાં આ દેવીઓ મુખ્ય છે અને તેમની તક્ષશિલા નગરીએ આવવા માટે અનુમતિ નથી માટે પૂર્વે કમઠે પ્રકાશિત કરેલા અને આ દેવીઓએ બતાવેલા શ્રી પાર્શ્વનાથ પ્રભુના મંત્રથી સંયુક્ત શ્રી શાંતિસ્તવ (લઘુ શાંતિ) નામનું શ્રેષ્ઠ સ્તવન લઈને તું સ્વસ્થાને જા અને તેના અધ્યયનથી સર્વ ઉપદ્રવ શાંત થઈ જશે.” વીરદત્ત તે શાંતિસ્તવ લઈને સ્વનગરી-તક્ષશિલા ગયો અને તેના સમરણ-જાપથી મરકીનો ઉપદ્રવ શાંત થઈ ગયો. વ્યંતરના ઉપદ્રવની શાંતિ માટે “તિજયપહેર” નામનું સ્તોત્ર પણ એમણે જ રચ્યું હતું. આ ઉપરાંત જેને વધારવા માટે પણ તેઓએ સારો પ્રયત્ન કર્યો હતો. વીરવંશાવળી કાર જણાવે છે કે- તેમણે ઉચ્ચા નાગર (તક્ષશિલાનો એક ભાગ), ડેરા ગાજીખાન, ડેરાઊલ વગેરે સ્થળોમાં વિચરી, સોઢા કુમારને પ્રતિબોધી એ સવાલ બનાવ્યા હતા.”
ત્રણ વર્ષ પછી તુર્થીઓએ તે મહાનગરી તક્ષશિલા ભાંગી નાખી. અત્યારે પણ ખોદકામ કરતાં ભગ્ન તક્ષશિલામાંથી પીત્તળ તેમ જ પાષાણના જિનબિંબ મળી આવે છે. શાસનની અનેક રીતે પ્રભાવના કરી, પોતાના પટ્ટ પર માનતુંગસૂરિને સ્થાપી, ગિરનાર પર્વત ઉપર જિનકલ્પ સદશ સંલેખનાપૂર્વક મૃત્યુ પામી તેઓ સ્વર્ગક્તા થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org