________________
શ્રી માનદેવસૂરિ
પટ્ટાવલી ]
તે નગરમાં પધાર્યાં અને તેમની ઉપદેશધારા સાંભળી, વર્ષોથી જેમ ચાતક તૃપ્તિ પામે તેમ માનદેવને અપૂર્વ આહ્લાદ થયા. સાંસારની અસારતાને અનુભવ થયા અને તેમની સુષુપ્ત આંતરિક ઊર્મિઓ ઝણઝણી ઊડી. આત્મિક શત્રુઓ ઉપર વિજય મેળવવાને તેનું હૃદય તીવ્રતા અનુભવવા લાગ્યું.
૮૩
સમય વિચારી તેમણે ગુરુમહારાજને પ્રત્રજયા ગ્રહેણુ કરાવવા પ્રાથના કરી. માતપિતાએ પણ મહામુશ્કેલીથી આજ્ઞા આપી. શુભ મુહૂર્તે દીક્ષા સ્વીકારી, તે ઉગ્ર તપ આચરવા લાગ્યા. તીવ્ર સ્મરણશક્તિશાલીને શું અસાધ્ય હોય ? અલ્પ સમયમાં અગિયાર અંગના અભ્યાસ કરી તે છેઃ અને મૂળસૂત્રાના પણ જ્ઞાતા થયા. શિષ્યને સમ થયા જાણી ગુરુએ તેમને સૂરિપદે સ્થાપન કર્યાં. સૂરિપદપ્રદાન સમયે ગુરુમહારાજે માનદેવના ખમા ઉપર સરસ્વતી તથા લક્ષ્મી નામની એ દેવીઓને સાક્ષાત્ જોઇ તેથી તેમનું મન કંઇક ખિન્ન થયું. તેમણે વિચાર્યું કે- આના પ્રભાવથી માનદેવ નિરતિચાર ચારિત્ર પાલી શકશે નહિ અને તેમના ચારિત્રભગ થશે.’ ચાલાક શિષ્ય ગુરુની મનોવેદના કળી ગયા અને ગુરુની મન-શાંતિ માટે નિયમ કર્યાં કે- પાતે ભાવિક શ્રાવકના ઘરને આહાર વહેારશે નિહ અને બધી વિકૃતિ-વિગયા હમેશને માટે ત્યાગ કરશે.’
માનદેવસૂરિના તપથી તેમજ અખંડ વિશુદ્ધ બ્રહ્મચર્ય પાલનથી જયા, વિજયા, અપરાજિતા અને પદ્મા એ નામની ચાર દેવીએ તેમની સાનિધ્યમાં રહેતી અને પ્રતિદિન વંદન કરવા આવતી. ધીમે ધીમે માનદેવસૂરિના યશ જગતભરમાં પ્રસરી ગયે.
આ સમયે તક્ષશિલા નગરી જૈનોનું મહાધામ ગણાતી. પાંચ સે। જેટલા ચૈત્યા તે નગરીને મંડિત કરી રહ્યા હતા. અચાનક દૈવયેાગે તે નગરીમાં મહામારીને ઉપદ્રવ થયા. લાકા અકાળે મૃત્યુ પામવા લાગ્યા. વૈદ્ય કે ઔષધને કોઈ પશુ ઉપચાર કામ ન માગ્યે. જયાં જુએ ત્યાં આક્રંદ અને કલ્પાંત જ નજરે પડતા. સ્મશાનભૂમિ શમેાથી ઉભરાવા લાગી અને દુધીના તેા કેાઇ હિસાબ ન રહ્યો.
આવા ભીષણ પ્રસંગે કેટલાક સુજ્ઞ શ્રાવકા ચૈત્યમાં એકઠા થયા અને વિચારવા લાગ્યા કે− શું કપટ્ટી યક્ષ, અંબા દેવી, બ્રહ્મશાંતિ કે યક્ષરાજ કાઇ આપણા બચાવ નહીં કરે ?’ આ પ્રમાણે કોઇ ઉપાય નહી' સૂઝવાથી તેઓ નિરાશામાં ડૂબતા જતા હતા તેામાં શાસનદેવીએ પ્રગટ થઇને કહ્યું કે-‘ મ્લેચ્છાના પ્રચંડતાએ બધા દેવ-દેવીઓને દૂર કર્યાં છે તેથી તેથી તમારું રક્ષણુ કઇ રીતે થઇ શકે ? વળી આજથી ત્રણ વર્ષ પછી તુર્કીના હાથથી આ નગરીનું પતન થવાનું છે, છતાં એક ઉપાય હું તમને સૂચવું છું તેને તમે અમલ કરેા તા શ્રી સાંઘની રક્ષા થાય. નાડોલ નગરમાં માનદેવસૂરિ છે તેમા ચરણનુ જળ છાંટવાથી ઉપદ્રવ શાંત થશે. આ ઉપદ્રવ શાંત થતાં તમારે આ નગરીના ત્યાગ કરી અન્યત્ર ચાલ્યા જવું', '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org