________________
૧૯૧
મારી નમ્ર બુદ્ધિ તે એમ કહે છે કે, લીલેતરીને સમારી, સુકવી, ભરી રાખીને જીવ-જંતુઓનું અધિકરણ-શર” બનાવનાર, અતએ તેની પાછળ મોહ-મૂછને પોષનાર અને પછી તિથિએ લીલોતરીને બદલે તેને ઉપયોગ કરવામાં ઔચિત્ય માનનારના કરતાં તિથિએ ખપ પુરતી તાજી લીલોતરી લાવીને ઉપયોગ કરનાર એાછો દોષી છે.
વ્યવહારૂ દષ્ટિએ જોઈ શકાય છે કે એક લીલોતરી–ભક્ષક રેજ પાશેર લીલેરી બજારમાંથી લાવી આરોગે છે, અને બીજે, જે સુકવણી–પ્રિય છે, તેને પણ રેજ તેટલીજ (પાશેર) સુકવણીનો દરકાર પડે છે. હવે, આ રીતે એક મહીનામાં એ બન્નેમાં લીલેતરીને વધારે વિરાધક કોણ સિદ્ધ થાય? લલેટરીભક્ષકથી મહીનામાં શા શેરની વિરાધના થશે, જ્યારે સુકવણુંભક્ષકથી તેથી પ્રાયે ત્રણ-ચાર ગણી લીલેતરોની વિરાધના થશે ત્યારે તેના મોઢામાં બા શેર પડશે. કેમ, નહિ વારૂ! ત્યારે વધુ વિરાધક કોણ? સુકવણી–ભક્ષકજ કે !
સમાજની મનોદશા તે આજે એવી બની ગયેલી જોવાય છે કે, વેપાર-ધન્ધામાં હડહડતાં જુઠાણાં હાંકનાર તરફ પ્રાયે એટલી ઘણા નહિ છૂટે, કે જેટલી તિથિએ લીલેવરી કે બટાટા-ડુંગરી ખાનાર તરફ છુટશે. ધર્મગુરુઓની નજર પણ ઘણે ભાગે લીલેવરી કે કન્દમૂળ છેડાવવા તરફ પહેલી જાય છે. જેટલી કાળજી લોકોને કન્દમૂળ વગેરે છોડાવવા તરફ તેઓ ધરાવે છે તેટલી જે સત્ય-સદાચારના પ્રચાર ભણી ધરાવવા માંડે તે જન-સમાજ પર તેમને કેવો મટે ઉપકાર ઉતરે !
મારી સમજણ પ્રમાણે, કન્દમૂળ ખાનાર માણસ પણ જે પ્રામાણિક અને સદાચારી છે તે તેનું સ્થાન તે માણસથી ઘણું ઉચું છે કે જે એક બાજુ કન્દમૂળને ત્યાગ કરવા છતાં બીજી બાજુ અપ્રામાણિક અને જૂઠા વ્યવહાર ચલાવવામાં ર-પચ્ચે રહે છે.
હારા આ ઉગારે પરથી વાંચનાર કેઈ એમ ન સમજી યે કે, લીલેરી કે કન્દમૂળ તરફ હું નમતું કે ઢીલું મૂકી રહ્યો છું. નહિ, એટલે સંયમ કેળવાય, જેટલો ત્યાગ સેવાય તેટલું વિશેષ કલ્યાણ છે એ ખાસ ધ્યાનમાં રાખવા ગ્ય છે. એમાં કોને મતભેદ હોય. માત્ર હારા મન્તવ્યની વિશિષ્ટતા એટલી જ છે કે, તેના (લીલેતારી-કન્દમૂળના) ત્યાગને પ્રકાશ સત્ય-સદાચારના સૂર્ય સરખા પ્રકાશ આગળ ખઘેાત સરખે છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org