________________
લીલેતરીને સુકવી ભરી રાખવામાં આવે છે ત્યારે એ ઉદ્દેશ પર પડદે પડી જાય છે. તિથિએ કે વગર તિથિએ લીલોતરી ખરીદી લાવી, તેના કકડા કરી સુકવણી કરાય અને પછી તિથિએ લીલોતરીને બદલે તેને આરેગીને દયાધામના પુણ્યલાભ તરફ હાથ પસારવામાં આવે તે એ ચાખું ભેળપણ નહિ તે બીજું શું ગણાય ?
ગૃહસ્થના ઘરમાં મહેમાન-પરણુ ખાતર કે પિતાને સારુ જેમ બીજી અનેક ચીજો વસાવવાની જરૂર પડે છે, તેમ સુકવણી પણ રાખવી પડે તે એ સમજી શકાય તેવી બીના છે. પણ સવાલ માત્ર એટલેજ છે કે એમ કરી લીલેતરીને બદલે તેને વાપરવામાં કઈ પુણ્ય લાભને અવકાશ છે કે કેમ?
સુકવણી બનાવી તિથિએ ખાનાર પિતાની આન્તર દશા તપાસે તે તેને જણાયા વગર ન રહે કે લીલેતરીને રસ તેને એટલે દાઢે વળગે છે કે તિથિએ પણ તે રસને અમુક ફેરફાર સાથે આરોગવામાં તેનું મન લેભાયેલું રહે છે. આજ રસવૃત્તિનું એ પરિણામ છે કે તે ભવિષ્યને માટે એકી સાથે મણ-અધમણ કે એથી વધતી-ઓછી લીલેરી સુકવી નાંખી સુકવણ બનાવે છે. આમ સુકવણી કરવામાં દયાપરિણામ કે રસવૃત્તિનિગ્રહ કયાં સમાય છે એ કઈ બતાવી આપશે કે?
લીલવણ ખાનાર અને લીલવણીને સુકવી ખાનાર માણસમાં શું તફાવત છે કે એક, બીજાના કરતાં દયાની દષ્ટિએ કે પુણ્યની દૃષ્ટિએ સારે ગણાય. વનસ્પતિની વિરાધના કરવામાં એ બન્ને સરખા છે. તિથિએ લીલવણ ખાનાર જેટલા વનસ્પતિવિરાધક છે, તેટલેજ વિરાધક, લીલવણીની સુકવણી કરી મેલીને તિથિએ તે આરેગનાર માણસ પણ છે. તિથિએ ઘરમકાન અને રસોઈ–પાણી વગેરેના આરંભ-સમારંભે ચાલુ રહે, તિથિએ વનસ્પતિ સમારવામાં, સુકવવામાં આવે અને તિથિએ લીલું-સુકું બન્નેને રાંધવામાં અગ્નિકાયાદિને સરખે આરંભ થાય તે માટે કાન ન ચમકે, અને એક માત્ર ભાણામાં પડે ત્યારેજ સુકવણું કરતાં લીલવણી તરફ દેષ-દષ્ટિ ઝબકી ઉઠે એ કે નવાઈ જેવું આ એક રૂઢ પડી ગયેલા સંસ્કારજ તે !
ઘર-મકાન વગેરે સંબંધી સતત ચાલુ રહેતી ઢગલાબંધ સવંકાયવિરાધક આરંભ-સમારંભની પ્રવૃત્તિઓમાં કેવળ શાક સમારવાની સ્વલ્પ પ્રવૃત્તિ, જે કયાંય ગરકાવ થઈ જાય છે તેને અઘટિત હેટું રૂપ આપી લાટબન્ધ વનસ્પતિને એકી સાથે વિરાધવાની, સુકવવાની અને ભરી રાખવાની પ્રથાને દયાપષક તરીકે પિષવી એ જબરે બુદ્ધિભ્રમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org