SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ દફતરી એ સેવાભાવી અને દયાલુ કરે છે. તેમણે મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજીની ધમભાવે બજાવેલી સેવા માટે સંઘ તેઓને આભારી છે. અને આવાં સત્કાર્યોમાં સર લલ્લુભાઈ જેવા વયેવૃદ્ધ પ્રમુખ સ્થાને બિરાજે એ અત્યન્ત ઈચ્છવાજોગ છે. શ્રી જમનાદાસ ખુશાલે ટેકે આપ્યા બાદ દરખાસ્ત તાળીઓના અવાજ વચ્ચે પસાર થઈ હતી. સર લલુભાઈનું ભાષણ. સર લલ્લુભાઈએ જણાવ્યું કે હું જેન નથી. અને પ્રાન્તિક ભાવનાને પણ પિષના નથી. મારી ઈચ્છા તે આખે દેશ એક બનીને આગળ વધે એમ જોવાની છે. આમ છતાં કાઠિયાવાડી તરીકેના મારા કુદરતી અભિમાને મને અહીં આવવા પ્રેર્યો છે. અને બે કાઠિયાવાડી ડોકટરેને માન આપવાના કાર્યમાં ભાગ લેતાં મને ઘણો આનન્દ થાય છે. વકીલેના અને ડોકટરોના સમ્બન્ધમાં વકીલે કદાચ ઉદાર હોય કે ન હોય, છતાં ડોકટરે તે કંઈક ઉદાર હોય છે. અને ધર્માચાર્યો જ્યારે મનના રોગ મટાડે છે ત્યારે ડોકટરે શરીરના રેગ મટાડવાનું શુભ કાર્ય કરે છે એમ જણાવી તેઓએ સહાનુભૂતિના આવેલા અનેક સદેશા, તારે અને પત્ર વાંચી સંભળાવ્યા હતા. ડોકટરને પરિચય. આદ મિ. ચન્દ્રકાન્ત બને ડોકટરોને પરિચય કરાવતાં જણાવ્યું કે ડે. મોદીએ ૨૫ વરસની નાની ઉમ્મરે એફ. આર. સી. એસ. ની માનવંતી ડિગ્રી પ્રાપ્ત કરી છે. અને હરકીશનદાસ તથા જી. ટી. હોસ્પીટલમાં તેઓ એન. રજન તરીકે અ કામ બજાવી રહયા છે. સદ્દગત બાબુ ગનુનું ઓપરેશન તેમને જ હાથે થયું હતું. તેમની ઉંચી વિદ્વત્તા અને લાયકાતને કારણે તેમને પરીક્ષક પણ નિમવામાં આવે છે. તેમની પ્રાગકુશલતા મહાન યશસ્વી ગવાય છે. સાથે જ તેમની નમ્રતા, સુજનવૃત્તિ અને મૃદુ સવભાવ ખરેજ એકિટવ છે. ડે. દફતરી ( M.B.E.S. ) એક ગભશ્રીમંત, મોરબીના જાણીતા દફતરો કુટુંબના ફરજન્દ છે. દફતરી કુટુમ્બમાં મોરબીના મહાન દિવાન કીરચંદભાઈ અમરચંદભાઈ ગોકળદાસભાઈ વિગેરેએ દિવાનગીરી કરી મોરબી રાજ્યની સેવામાં ઉત્તમ ફાળો આપે છે. ડે. દફતરીના વિવાદ્ધ પિતાશ્રી શ્રીયુત નવલચંદ દેશાભાઈ મેરબીના આગેવાન વકીલ છે અને તેઓ પણ હાલના જમાનાને અનુકૂળ બહુ આગળ પડતા વિચારો ધરાવે છે. ડે. ધીરૂભાઈ નાનપણથી જ ભણવામાં બહુ ચાલાક હતા અને મુંબઈ તેમજ ઘાટકોપરમાં તેઓ એક કાબેલ તેમજ યશનામી ડોકટર તરીકે જાણીતા થયા છે. ગરીબો પ્રત્યે તેઓ હંમેશાં રહેમદિલી બતાવે છે. અને કેસની સેવામાં પણ તેઓએ પિતાને ઉત્તમ ફળ આપે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy