________________
સાધારણ મા બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રેમની પરાપૂર્વથી ચાલી આવતી પદ્ધતિ પર છે. પહેલી ઉમ્મરમાં બ્રહ્મચર્યાશ્રમ સાધી જ્ઞાન–બળ-શક્તિમાં વેચતા સમ્પાદન કરીને પછી વિલાસને પરિણામ વધતાં એકદમ-વચ્ચેનાં બેઉ આશ્રયે પડતાં મૂકી ચોથા આશ્રમ પર પહોંચવું એ મહાન ભૈરવની વાત છે. એવા મહાત્મા પૂર્વે થયા છે અને થઇ શકે. પણ એ વિરલ વસ્તુ છે. ઐતિહાસિક દષ્ટિએ અને સામાન્ય સ્થિતિ પર વિચારણા કરતાં એ ખાસ ધેરી રસ્તે કે “રાજ-સડક ન ગણાય. એમ મારો નમ્ર મત છે. મેં મારા “ઢેરામાં” જણાવ્યું છે કે—
ગૃહસ્થાશ્રમ સાધીને સંન્યસ્ત થવું એ રાજ-સડક છે. તીર્થકરે. ગણુધરે. જ્ઞાનીઓ, મુનિવરે, મહાત્માઓ બધાય એ રાજ-સડકે ચાલેલા છે. ગૃહસ્થાશ્રમમાં આવ્યા વગર સંન્યાસી થયેલાઓની સંખ્યા એ રાજ-સડકે ચાલેલાઓની સંખ્યા આગળ એટલી બધી જુજ છે કે સમુદ્રની આગળ જળ-બિન્દુ. ગૃહસ્થાશ્રમમાં આવ્યા વગર એકદમ જ સંન્યાસ ગ્રહણ કરે એ વિરલપ્રકૃતિસિદ્ધ હોઈ એમ કરનારાઓની સંખ્યા સહેજે જુજ જ હોય; જ્યારે ગૃહસ્થાશ્રમમાં પસાર થઈને સંન્યાસ તરફ વળવું એ વિશ્વવ્યાપક સાધારણ માગ ગણાય. એટલે ચેડા અપવાદોને બાદ કરતાં બધાય એ રાજમાર્ગે ચાલેલા અને ચાલે એ દેખીતું છે.”
આમ સંન્યાસભૂમિ પર કૂદકે મારી પહોંચી જનારા વીર જેમ પૂર્વકાળમાં નિકળતા હતા, તેમ આ કાળે કેઈ ન જ નિકળી શકે એમ નથી. પણ આજે તે “મનુ પામ્યુવન” ન રહીને મેહ, પરિવારવૃદ્ધિ અને મામૈષણાની વાસનાજ માટે ભાગે દિક્ષા-મુંડન કરી રહી છે. “પ્રવૃપિયા જામ્યુપામઃ” તે એવો હોય કે ઉપદેશ અપાય તટસ્થ અને એને પરિણામે મુમુક્ષુ પ્રાર્થના કરે ત્યારે તેની વ્યતા તપાસી, તેને લગતી આજુબાજુની સ્થિતિને વિચાર કરી, કલહ-કોલાહલ કે શાસન-કાહ થવાનો પ્રસંગ ન ઉભું થવાનું ખાસ લયમાં રાખી કેવળ તેના આત્મહિત માટે કારુણિક ગુ, તેને પ્રવજ્યા આપે. આ દીક્ષાની રીત છે. વગર વિચારે ઉતાવળ કરી મુનિ-ધમના પવિત્ર સિંહાસન પર
કાગડે ” બેસાડવામાં બહુ બેહુદુ થાય છે. દુઃખની વાત છે કે આજે દીક્ષા જેવી મહત્ત્વપૂર્ણ વસ્તુ, જે આવે તેને આંધળીઆ કરી મુંડવાની તાલાવેલીમાં બહુ વગેવાઈ રહી છે ! આજ કારણ છે કે ભારતવર્ષમાં સામાન્યતઃ સાધુસંસ્થા જે માનનીય-પૂજનીય ગણાતી હતી, તે આજે અધિકાંશ પિતાનું તેજ ગુમાવી બેઠી છે. આજના પ્રતિષ્ઠિત મહાપુરુષે પણ છડે ચેક વદે છે કે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org