SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યની હિતાવહ દિયા. (૧૧) . સ્થાપત્યકળા - ચારિત્ર્ય એ જીવનનો પાયો છે. એ ચારિત્ર્ય ઉપર જેનસાહિત્ય કે પ્રભાવ વિસ્તાર્યો છે એ મેં ટુંકમાં કહ્યું. પરંતુ તે સિવાય જ સાહિત્ય, સાહિત્યની બીજી ઘણી શાખા-પ્રશાખાઓમાં રસ ભર્યો છે. મને આ પ્રસંગે મારા જર્મન વિદ્વાન મિત્ર પ્રોહર્મન જેકબનો એક પ્રસંગ યાદ આવે છે. પ્રો. જેકેબી અને હું ગુજરાત અને રાજપુતાણાના દેરામાં પ્રવાસ કરતાં કરતાં પાટણ પહોંચ્યા અને ત્યાં જેનભંડારમાંના તાડપત્ર પર તેમજ બીજા કાગળપર સુંદર અક્ષરોએ લખેલા શ્રી જૈન સાહિત્ય દેવીનાં દર્શન કર્યા. મેં મારી ભકિતકસુમાંજલી પ્રેમાકૃવડે સમપીં. તે વખતે અમને શ્રી હિંમતવિજયજી નામના એક સ્થાપત્યવિદ્યામાં નિષ્ણાત યતિવયને સહજ સમાગમ થયે. મહારા વૃદ્ધ મિત્ર-છે- જેકેબીએ મને નમ્ર સ્વરમાં પૂછયું કે –“ભાઈ આ યતિવર્ય મને પિતાને શિષ્ય બનાવી તેમની ચરણસેવા કરવાની તક ન આપે?” જે સ્થાપત્યકળા એક વાર જેને પ્રજાના પ્રતાપે ઉન્નતિની ટોચે પહોંચી હતી તે કળા વિશે આજે ગણ્યાગાંઠયા જેને જ રસ લેતા જણાય છે. જૈન મંદિરની સ્વચ્છતાની પાશ્ચાત્ય પર અસર ને કળાપૂજા-- ગુજરાતને શિલ્પકળા અને સ્થાપત્યકળાથી સમૃદ્ધ કરવા જેનેએ લાખો રૂપિયા ખર્ચા છે. જેને મંદિર અને ગૃહરાસરની સ્વછના જોઈ મારા મિત્ર પેલ રીશાર, પ્રો. હમન જેકેબી તથા ડૉ. એફ. ડબલ્યુ થોમ્સ મુગ્ધ થયાનું મેં જાણ્યું છે. માત્ર ગુજરાતમાં જ નહીં પણ હિંદના જુદા જુદા પ્રાંતમાં પણ જેનેએ પિતાની કળાપૂજાની ભાવના સાર્થક કરવા પ્રાસાદ, પૈષધશાળાએ અને તીર્થક્ષેત્રને બને તેટલાં મનહર બનાવ્યાં છે. કઠણમાં કઠણ આરસ પત્થરમાં પુષ્પની મૃદુતા જેવી હોય તે આબુના જૈન મંદિરોની એકવાર મુલાકાત લઈ આવશે. એમ કહેવત છે કે એક શ્રી આદીશ્વરના મંદિરમાં વિમળશાએ (આબુ પર) ઓગણુશ કરોડ રૂપિયા ખર્ચા છે; અને નેમિનાથના મંદિરમાં વસ્તુપાળ તેજપાળે કરોડ રૂપિયા ખરચ્યા છે. મહિપુર રાજ્યમાં આવેલા દિગબર આમ્નાયમાં મનાતા શ્રવણ બેલગુલની શ્રી ગોમધરની પ્રતિમાજી પણ ભવ્યતાને એક ઉચામાં ઉચે નમુને છે. એ પ્રતિમાજી લગભગ એક હજાર વર્ષથી એ સ્થળે છે. તેની ઉચાઈ અઠ્ઠાવન ફીટની છે. રિરભાગથી તે કાન સુધી છ ફીટ અને છ ઇંચ છે. જૈન સમાજની કળાપૂજાને આપને એટલા પરથી જ ખ્યાલ આવી શકશે. લેક પ્રકાશJain Encyclopaedia-જૈન સાહિત્યના વિશાળ ક્ષેત્રમાં ભિપજીવી-નિગ્રંથ-ત્યાગી મુનિવરેએ શા શા સાહિત્યરને વેર્યા છે? તેનું વર્ણન એક ક્લાકમાં તે શું પણ ત્રીસ દિવસ સુધી એક એક કલાક કહેવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy