________________
જૈન રાજાઓ ડાહ્યા પુરુષને જ રાખતા. એમ કહેવાય છે કે તેને પ૦૦ મંત્રીઓ હતા. તેમાં પણ ૪૯૯ મંત્રીઓ કરતાં છેલ્લો મંત્રી શ્રી અભયકુમાર કેઈક અલૌકિક પ્રતિભાસંપન્ન પુરુષ હતે. તે મહારાજા શ્રેણીકને મોટે છોકરો થતો હતો. મહારાજા શ્રેણીકે એક વખતે પોતાના પાડોશી અને મિત્રરાજા ચેટકની પુત્રી સુજેવા કે જેના રૂપનાં વખાણ દેશદેશમાં બહુ પ્રસરી રહ્યાં હતાં તેનું માથું કર્યું પરંતુ ચેટક રાજાને તે વાત પસંદ ન પડી અને તેણે તે માટે શ્રેણીકનું અપમાન કર્યું.
શ્રેણીકને ચેટકની મૈત્રી તોડવી ન ગમી પરંતુ તેને કન્યા ન મળી તેના કરતાં પણ અપમાનથી બહુ દુઃખ થયું. તેણે વિચાર કર્યો કે ગમે તેમ કરી અપમાનનો બદલો લેવો. તેનું શરીર ચિન્તામાં અને ચિન્તામાં ગળવા લાગ્યું. આ ખબર તેના પુત્ર અને મહામંત્રી અભયકુમારને મળ્યા. તેણે પિતાને કહ્યું કે હું ગમે તેમ કરી તમને ચેટકની પુત્રી મેળવી આપીશ આપ ચિન્તા ન કરો.
અભયકુમાર એક વેપારીને વેશ લઈ એગીક રાજાની સુંદરમાં સુંદર તાદશ છબી ચિતરાવી વિશાલા નગરીમાં એક અત્તરના મહાન વેપારી તરીકે ગયો, અને રાજમંદિર પાસે પિતાને વેપાર ચલાવ્યો. તેણે દુકાનમાં ચારે બાજુ બધી છબીઓ ગોઠવી અને વચમાં ચૂડામણિ સરખા એકની છબી મૂકી. પછી દરરોજ આ સુકાની દાસી તેની પાસે તેલ અત્તર આદિ લેવા આવે ત્યારે પિતે તે છબીને પગે લાગે ફૂલ ચડાવે. દાસીએ પૂછ્યું કે આ છબીને તમે શું કરો છો ? એટલે તેણે કહ્યું કે એ અમારા રાજા શ્રેણીક છે. તે દાસીએ તે છબી જેવા માગી ત્યારે તેણે કહ્યું કે અમારા રાજાનું અપમાન ન થાય તેવી રીતે ખુશીથી લઈ જાવ. પછી દાસી તે છબી સુજેઠા પાસે લઈ ગઈ. સુજેઠા શ્રેણીકનું અદ્ભુત રૂપ જોઈ તેના ઉપર મુગ્ધ બની. તેને રેણુકને પરણવાનું મન થયું અને પિતે પગે ચાલી અભયકુમાર પાસે આવી કહ્યું કે મને તમારા રાજાના ગુણ સાંભળવાનું મન થયું છે. બુદ્ધિનિધાન અભયે તે યથાયોગ્ય વર્ણવી બતાવી આપ્યું અને સુજેષ્ઠાને ખાતરી કરી કે આ મને લાયક વર છે. તેણે અભયને ખાનગીમાં કહ્યું કે મને એણક પાસે લઈ જાવ. અભયકુમારે વિશાલા નગરીની બહાર ખંડેરથી માંડી ઠેઠ શ્રેણકની રાજધાની રાજગૃહ સુધી મોટી સુરંગ ખોદાવી. શ્રેણીકને બેલાવ્યો. શ્રેણીક બત્રીસ સુભટો સહિત ત્યાં ગયો અને સુરંગ બહાર જઈને જોયું તો સુજેઠા અને ચલણું બંને બહેને ત્યાં ઉભી હતી. શ્રેણીકને સુજે પરણવી હતી, પરંતુ નાની બહેનને સુજેફા પર બહુ હેત હેવાથી તેના આગ્રહથી તે ત્યાં આવી હતી. શ્રેણી કે કહ્યું કે તમે રથમાં બેસી જાવ, ત્યાં સુજેકાને કંઈક સાંભરી આવ્યું હોય તેમ તેણે કહ્યું કે હું ઘેર ઘરેણાને કંડીઓ, ભુલી ગઈ છું. માટે લઈ આવું ત્યાંસુધી અહીં થોભે. સુજેઠા ઘેર ગઈ, પાછળ શ્રેણીકના સુભટોએ કહ્યું કે શત્રુરાજ્યમાં નિર્ભય રીતે વધારે વખત રોકાવું ઠીક નથી માટે ચાલો. શ્રેણીક ચેલણને લઈ ત્યાંથી ચાલી નીકળ્યો. થોડી વારમાં સુકા પાછી આવી પરંતુ ત્યાં - ૧ તેને પ૦૦ મંત્રીઓ હોય તે વાત લગાર અસંભવિત લાગે છે. પરંતુ એમ હોય ખરું કે તેની સભાના ૫૦૦ સભ્યો હોય અને તેઓ તેને રાજકાર્યમાં મદદ આપતા હોય અને તેથી જ તેમને મંત્રી કહ્યા હોય તો તેમાં કંઈ અગ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org