SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુસ્તાનની ગરીબાઈ લેવાનું મેઢે કહ્યા કરીને, આપણે વસ્તુતાએ જાણીબૂજીને તેને માટેની લાયકાતની એવી કપરી શરા તૈયાર કરી છે કે, જે પૂરી પાડવી હિંદીઓ માટે અશકય જ હાય. હિંદી સર્વિસમાં દાખલ થવાનું એકમાત્ર દ્વાર જો લંડનમાં લેવાતી પરીક્ષા જ હૈાય, તા હિંદીઓને પેાતાના દેશના તંત્રમાં ભાગ મળવાની, તેમનામાં લાયકાત અને અધિકાર હાવા છતાં કેટલી શક્યતા છે ? મને હંમેશાં લાગ્યું છે કે, એ પરીક્ષા માટે ઘડવામાં આવેલા કાયદાકાનેથી ઈ. સ. ૧૮૩૩ના કાયદામાં કરેલી જાહેરાત આપણે નકામી કરી મૂકી છે. અને એ વિષે હિંદુસ્તાનમાં એટલી સખત લાગણી પ્રવર્ત્ય કરે છે કે, હિંદી સરકારે પણ ગયાં કેટલાંક વર્ષથી એ અન્યાય સુધારવાને કેટલાંક સૂચના કર્યાં કર્યા છે. તેમાંનું છેલ્લું સૂચન સર જૉન લૉરેન્સ, કે જે હિંદુસ્તાનના વાઇસરોય તરીકેની પેાતાની જ્વલંત તેમ જ સફળ કારકિદી પૂરી કરીને આપણા દેશમાં પાછા આવી પૂગવાની તૈયારીમાં છે, તેમણે કર્યું છે. તે સૂચના એવી છે કે, પરીક્ષાથી પસંદ કરેલા તેમ જ સામાજિક હાદ્દો અને સ્થિતિને કારણે પસંદ કરેલા હિંદીઓને વાર્ષિક ૨૦૦ પાઉંડની શિષ્યવૃત્તિ અમુક ૯ આપી, ઈંગ્લંડની પરીક્ષામાં અંગ્રેજોની આખી વસ્તીની સામે હરીફાઈ કરી પાસ થવા મેાકલવા. વિચાર તે કરે! અરાઢ કરાડથી વધુ માણસાની વસ્તીના રાજતંત્ર માટે માત્ર ૯ શિષ્યવૃત્તિઓ .... આખા હિંદુસ્તાન ઉપર પથરાયેલી એ નવ શિષ્યવૃત્તિઓને આપણે હિંદીએને આપેલાં વચના કે તેમના પ્રત્યેની આપણી ફરજના પાલન તરીકે ઓળખાવવી, એ તા એક મશ્કરી જેવું ગણાશે. . . . આપણી સિવિલ ... ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy