SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ સેનું ચાંદી માથાદીઠ ૩૩ શિ. ૬ પેન્સનાં સેનું ચાંદી દેશમાં આવ્યાં છે. એટલે કે ઈગ્લેંડમાં ૧૨ વર્ષમાં (સરકારી સિક્કા બાદ કરતાં ) માથાદીઠ ૩૦ શિલિંગનાં સોનું ચાંદી આવ્યાં છે, જ્યારે હિંદમાં ૬૯ વર્ષમાં સિકકા વગેરે બધું ગણતાં માથાદીઠ કક શિ. ૬ પેન્સ સોનું ચાંદી આવ્યાં છે. આ ઉપરથી જણાશે કે, હિંદીઓ સોનુંચાંદી બહુ સંઘર્યા કરે છે એમ વારંવાર કહેવામાં આવે છે; પરંતુ તેમને સંઘરવા માટે સોનું ચાંદી જ દેશમાં કુલ કેટલાં આવે છે ? ઈડમાં લકે તાસકો, ઝવેરાત, ઘડિયાળો વગેરે દ્વારા કેટલાં બધાં સોનું ચાંદી સંઘરે છે, તે જાણીતી વાત છે. અને હિંદીઓ કાંઈ જાનવર નથી, કે જેથી તેમણે જરા પણ સેનુંચાંદી ન વાપરવાં જોઈએ. છતાં દરેકને સંઘરવા માટે મૂળ મુદ્દે દેશમાં જ કેટલાં ઓછાં સોનું ચાંદી આવે છે ? આ જ આંકડા પછીના લેખમાં છેવટ સુધીની ગણતરી પ્રમાણે લેખકે નીચે પ્રમાણે જણાવ્યા છે : પા. શિ. પે. હિંદુસ્તાનમાં ઈ. સ. ૧૮૦૧ થી ૧૯૮૪ સુધીનાં ૮૪ વર્ષ દરમ્યાન માથાદીઠ સેનાચાંદીની વાર્ષિક આયાત ૦-૦-૬ ઇંગ્લંડમાં ઈ. સ. ૧૮૫૮થી ઈ. સ. ૧૮૮૪ સુધીના ૨૭ વર્ષ દરમ્યાન માથાદીઠ સોનાચાંદીની વાર્ષિક આયાત ૦–૨–૧ દસમાં ઈ. સ. ૧૮૬૧થી ઈ. સ. ૧૮૮૦ સુધીનાં ૨૦ વર્ષ - દરમ્યાન માથાદીઠ સોનાચાંદીની વાર્ષિક આયાત ૦-પ-૭. આખા યુરોપમાં ઈ. સ. ૧૮૭૧થી ઈ. સ. ૧૮૮૦ સુધીનાં ૧૦ વર્ષ દરમ્યાન સોનાચાંદીની માથાદીઠ વાર્ષિક આયાત ૦-૨-૨ આખા યુરોપની 9 વસ્તીવાળા હિદુસ્તાનમાં તે જ દશ વર્ષ દરમ્યાન માથાદીઠ સોનાચાંદીની વાર્ષિક આયાત ૦-૦ ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy