SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ બેસતા જતા ભાવો બહારથી અનાજ આવવાની સગવડ ન હોય, તેને કારણે વસ્તુઓની અછત થઈ જાય, અને સામાન્ય ભાવો ચડી જાય. આ રીતના ચડેલા ભાવો એ દેશની આબાદીની નિશાની ન હોતાં, દેશ ઉપર આવી પડેલી આફતની નિશાનીરૂપ છે. હવે, આ ત્રણમાંથી પહેલું કારણ આપણે તપાસીશું, તે જણાશે કે, પરદેશ સાથે વેપાર વડે દેશની સમૃદ્ધિમાં અને મૂડીમાં કાંઈ વધારો થવાને બદલે વરસોવરસ દેશની પેદાશમાંથી જ ૭,૦૦૦,૦૦૦ પાઉંડ બહાર તણાઈ જાય છે. * એટલે, એ તો ઉઘાડું છે કે, પરદેશ સાથેના વેપારથી દેશની મૂડી કે સમૃદ્ધિ વધી નથી; એટલે તેને કારણે વસ્તુઓના ભાવ સારા ઊપજે છે, એમ બની શકે જ નહિ. વળી, પરદેશ સાથે કેટલાક વેપાર તો ફરજિયાત છે : પરદેશમાં વસ્તુઓના ભાવ સારા ઊપજે છે તેથી નથી. જેમ કે બંગાળ, મદ્રાસ વગેરે દરિયાકિનારા પાસેના પ્રાંતોમાંથી ચોખા દેશની અંદરના ભાગમાં પહોંચાડવાનાં સારાં સાધન ન હવાથી, લેક પરદેશી વહાણો મારફતે પરદેશ ચડાવી દે છે. વળી, રાજકીય કારણોને લીધે ઈગ્લેંડને જે રકમ ફરજિયાત ભરવી પડે છે, તે પેટે પણ કેટલીય નિકાસ દેશમાંથી ફરજિયાત કરવી પડે છે. • દેશના વેપારમાંથી કાંઈક તો ન આવતો જ હશે; તેમ જ ચીન જતા અફીણમાંથી તો ચાખી આવક જ થાય છે. પરંતુ, તે બધું તણાઈ જાય છે, અને ઉપરતમાં આવક-નિકાસના આંકડામાં દર વરસે આટલી ખાધ આવે છે, એ ધ્યાનમાં રાખવાનું છે. Jain Education International Tona! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy