________________
હિંદુસ્તાનની ગરીબાઈ પ્રમાણમાં આખા હિન્દુસ્તાનની આવક ગણુએ, તો ૧૭,૦૦૦,૦૦૦ પાઉંડ થાય. ઢોરઢાંખર કે માછલી વગેરેની પેદાશ કેટલી ગણવી તે મને સમજાતું નથી. સરકાર તે આંકડા પૂરા ન પાડે ત્યાં સુધી આપણી પાસે તે નક્કી કરવાનું બીજું કશું સાધન નથી. આપણે અંદાજથી તેની રકમ ૧૫,૦૦૦,૦૦૦ પાઉંડ મૂકીએ. એ બધું ઉમેરતાં કુલ રકમ ૩૦૭,૦૦૦,૦૦૦ પાઉંડ થાય છે. તેમાં બીજી કોઈ રહી જતી વિગતો પેટે ૩૦,૦૦૦,૦૦૦ પાઉંડ ઉમેરીએ, તો ૧૭૦,૦૦૦,૦૦૦ની બ્રિટિશ હિંદુસ્તાનની કુલ વસ્તી માટે સારા વર્ષની કુલ આવક ૩૪૦,૦૦૦,૦૦૦ પાઉંડ, અથવા તો માથાદીઠ ૪૦, શિલિંગ થઈ પરંતુ વારંવાર ખરાબ નીવડતાં વર્ષો ગણતરીમાં લઈએ, તો માથાદીઠ આવક ૩૦ શિલિંગ પણ ન આવે. ઉપર ખેતીની કુલ પેદાશમાં બીજી આવક પેટે આપણે જે કુલ ૬૩,૦૦૦,૦૦૦ પાઉંડ વધાર્યા, તે વસ્તીના પ્રમાણમાં જુદા જુદા પ્રાંતોમાં વહેંચી દઈએ, અને પછી દરેક પ્રાંતની ખેતીની તેમ જ બીજી આવક ભેગી કરી માથાદીઠ કુલ આવક તારવીએ, તો નીચે પ્રમાણે આવે :
પ્રાંત માથાદીઠ કુલ પેદાશ પ્રાંત માથાદીઠ કુલ પેદાશ મધ્યપ્રાંત શિ. ૪૩–૫ પેન્સ મદ્રાસ શિ. ૩૫–૫ પેન્સ પંજાબ શિ. ૪૯-૫ ,, મુંબઈ શિ. ૭૯– , વાયવ્ય પ્રાંત શિ. ૩૫–૫ ,, અયોધ્યા શિ. ૩૫–૫ ,, બંગાળ શિ. ૩૭–૫ ,, સરેરાશ ૪૦ શિલિંગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org