SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાય ' ૧૭ દેશી રાજાને સોંપી દેવાનો ખરીતે – કે જેને આભારની લાગણી સાથે હિંદુસ્તાન હંમેશાં યાદ કરશે, તે મોકલ્યો. એટલું યાદ રાખવાનું છે કે હિંદી સત્તાવાળાઓ તો આ બાબતને વિરોધ ૩૬ વર્ષથી દઢતાપૂર્વક કરતા આવ્યા હતા. પરિણામે, થડા વખત બાદ તે રાજ્યની નોકરીઓમાંથી બધા ગેરાઓને ખેંચી લેવામાં આવ્યા, અને મહારાજાનું ખરું રાજ્ય ઈ. સ. ૧૮૮૧ થી શરૂ થયું. મૈસુરના દીવાને ધારાસભા આગળ ઈ. સ. ૧૮૯૫ની પહેલી ઓક્ટોબરે જે ભાષણ આપ્યું, તેમાં મહારાજાના અમલનાં ૧૪ વર્ષને જે અહેવાલ આપ્યું છે, તે એટલે બેધક છે, કે તેમાં મારી કાંઈ ટીકા ઉમેર્યા વિના હું તેને છેડો ભાગ નીચે ટાંકું છું. મહારાજાને રિપમી માર્ચ ૧૮૮૧ને દિવસે રાજગાદી મળી. એની તરત જ પહેલાં તે રાજ્યમાં એક ભયંકર દુકાળ પડ્યા હતા, જેને પરિણામે કુલ વસ્તીનો પાંચમે ભાગ નાશ પામ્યો હતો, અને રાજ્યને બ્રિટિશ સરકારનું ૮૭ લાખ રૂપિયા દેવું કરવું પડયું હતું. રાજ્યનું જમાપાસું રાજકારભારના સામાન્ય ખર્ચ માટે પણ પૂરતું નહોતું. મહેસૂલની દરેક આવક એક જ ઓછી થઈ ગઈ હતી; અને પરિણામે રાજતંત્રમાં જે સખત કાપકૂપ કરવી પડી હતી, તેથી આખું તંત્ર શિથિલ થઈ ગયું હતું. આવી વિકટ સ્થિતિમાં દેશી રાજાને અમલ શરૂ થયે. રાજ્યને ૩૦ લાખ રૂપિયાનું રોખું દેવું હતું અને દર વર્ષે જમા અને ઉધાર પાસાંમાં ૧ લાખ રૂપિયાનો તોટો આવતો હતો. પરંતુ ઈ. સ. ૧૮૮૦–૧ ની સાલને ૧૮૯૪–પની સાલ સાથે સરખાવીએ છીએ તો માલૂમ પડે છે કે, રાજયની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy