SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ હિંદુસ્તાનની ગરીબાઈ અત્યારે કરે છે તેમ શ્રાપ નહિ વરસાવે – જો કે તે વસ્તુને પિતાની આંખ મીંચી રાખી અંગ્રેજો તો જેવા જ માગતા નથી. લોર્ડ મેયો કહે છે તેમ કરે; એટલે વેપાર, મહેસૂલ, તિજોરી, ચલણ, દુકાળ, લેગ, અનાવશ્યક યુદ્ધો, અને - છેલ્લું પણ અગત્યનું એવું–દેશની ગરીબાઈ તથા અસંતોષ દૂર થશે. અત્યાર સુધીનો ભૂતકાળ તો “ચૂસવામાં અને પાયમાલી કરવામાં” ગયો છે. પણ હવે ભવિષ્યને તો આબાદીજનક અને ઉન્નતિકારક બનાવો. પછી હિંદુસ્તાન સારા રાજતંત્ર માટે અને આવશ્યક પ્રગતિ માટે જોઈતું બધું ખર્ચ સહેલાઈથી ઉઠાવી શકશે. લોર્ડ મેના શબ્દોમાં જ હિંદુસ્તાનનાં બધાં દુઃખાનું, અનિષ્ટોનું અને ઇંગ્લંડને માટે ગંભીર પ્રકારનાં રાજકીય જોખમેનું મૂળ સમાયેલું છે, તેમ જ તે બધાને સારો ઉપાય પણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy