________________
અચની ન્યાશ્ચ ફરવણ
૧૪૫ એટલું જ નહીં, પણ, લકાની વફાદારી અને સેવાની કદર તરીકે તેનું તમામ ખર્ચ તેમને માથે નાખો છો તથા લોર્ડ નોર્થબુક જાહેર કરે છે તેમ બીજું પણ વધારાનું ખર્ચ નાહક તેમને માથે મટે છે.
હિંદુસ્તાનના લોકો તરફ આભ અન્યાયી અને પાપણાની રીતે વર્તીને તમે એવી આશા રાખે છે કે, તમારી મુશ્કેલીના વખતમાં તેઓ તમારે પડખે ઊભા રહેશે ? બળવાથી માંડીને આજ સુધી તમે હિંદુસ્તાનના લેક તરફ અવિશ્વાસની ઉઘાડી લાગણીથી વર્તતા આવ્યા છે, અને તેમના ઉપર જરાય જરૂર વિના તથા તમારા પિતાને સ્વાર્થને ખાતર મોટા અને ખર્ચાળ લશ્કરનું ખર્ચ નાખતા આવ્યા છે. વળી, તે લશ્કર બ્રિટિશ લશ્કરને જ ભાગ હોવા છતાં, તેની કવાયત અને કેળવણીનું તમામ ખર્ચ પણ તમે ગેરવાજબી રીતે હિંદુસ્તાન પાસેથી પડાવો છે.
છેલ્લા અફઘાન યુદ્ધનું શરમ આવે તેટલું નવું-ચોથા ભાગનું – ખર્ચ આપ્યા બાદ, પછીનાં સરહદ ઉપરનાં બધાં યુદ્ધો બ્રિટિશ સામ્રાજ્ય તેમ જ યુરોપીય રાજનીતિનાં પ્રોજને સર લડાયાં હોવા છતાં, તેમનું બધું ખર્ચ હિંદુસ્તાનને માથે નાખવામાં આવ્યું છે. વસ્તુતાએ, હિંદુસ્તાનને તો અંગ્રેજ લશ્કરને કવાયત શીખવવાનું તેમ જ કેળવણી આપવાનું, તથા ઇંગ્લંડના “પિયરાઓને' ઠેકાણે પાડવાનું અને બ્રિટનની સામ્રાજ્યનીતિ તેમ જ યુરોપીય નીતિ આગળ ધપાવવાનું કે સાચવી રાખવાનું સુંદર ક્ષેત્ર બનાવી મૂકવામાં આવ્યું છે. અને ખૂબી એ છે કે, હિંદુસ્તાનના ગુલામેને તે તે બધામાં જરા પણ અવાજ વિના માત્ર પૈસા પૂરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org