SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુસ્તાનની ગરીબાઈ, મદદ કરવા તૈયાર થયા હતા. પંજાબે પોતાનું સારામાં સારું લોહી તમારે માટે રેડ્યું અને તમારી હકુમત અખંડ રાખી. પણ તેને પરિણામે લોકોને શું ઇનામ મળ્યું ? તમારા નોકરેએ ઊભી કરેલી આખી કમનસીબ ઘટનાનું તમામ ખર્ચ તમે તે લોકોને માથે માયું. - લોર્ડ નોર્થબુકે ઈ. સ. ૧૮૯૩માં ઉમરાવની સભામાં બોલતાં સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે, “એબિસનિયાની લડાઈનું તમામ સામાન્ય ખર્ચ હિંદુસ્તાનને માથે નાખવામાં આવ્યું હતું. અને દલીલ એ કરવામાં આવી હતી કે, “હિંદુસ્તાનનું લશ્કર હિંદુસ્તાનમાં પડી રહ્યું હોત તો પણ તેને તેટલું ખર્ચ તો વેઠવું જ પડત; એટલે આ બનાવમાંથી તેણે નફો કરવાની દાનત ન રાખવી જોઈએ!” પરંતુ ઈગ્લેંડે બળવા દરમ્યાન હિંદુસ્તાનમાં લશ્કર મોકલ્યું હતું ત્યારે શું કર્યું હતું ? તે વખતે તમે કેમ ન કહેવા ગયા કે, અમારે આ બનાવમાંથી નફે નથી કરવો ? તે વખતે તો અહીંથી મેકલેલા દરેક માણસનું બધા સમય દરમ્યાનનું ખર્ચ હિંદુસ્તાન પાસેથી લેવામાં આવ્યું હતું, જોકે તેનો ઉપયોગ તો થોડા વખત પૂરતો જ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પણ, તેની ભરતી કરી ત્યારથી માંડીને તેને ત્યાં મોકલ્યું ત્યાં સુધી તેને કવાયત કરાવવાનું અને કેળવવાનું પણ તમામ ખર્ચ હિંદુસ્તાન પાસેથી લેવામાં આવ્યું હતું.” આને પાપણું ન કહેવું તો બીજું શું કહેવું? તમે તમારું પોતાનું અસ્તિત્વ હિંદુસ્તાનમાં ટકાવવા માટે લશ્કર એકલો છોત્યાંના લોકો તમને બને તેટલી મદદ કરે છે; અને બદલામાં તમે તેના ખર્ચને જરા પણ હિસ્સો આપતા નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy