________________
૧૪૨
હિંદુસ્તાનની ગરીબાઈ પ્રશ્ન નથી, તેમ જ હિંદુસ્તાનના મોભા અને પ્રતિષ્ઠાનો પ્રશ્ન નથી, પરંતુ યુરેપમાં ઈગ્લેંડના મોભા અને પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે ' . . . તેથી પોતે બેલેલાં વાક્યોને ગળી ન જાય, ત્યાં સુધી એ લડાઈને હિંદુસ્તાનને લગતી લડાઈ ગણી કાઢવી, એ ઇંગ્લંડની સરકાર માટે તદ્દન અશક્ય બાબત છે. . . કેપ કોલેની આપણું સ્વતંત્ર સંસ્થાન છે. ત્યાં થયેલી લડાઈને માટે આપણે જરાય જવાબદાર નહોતા; છતાં આપણી તિજોરીમાંથી તે લડાઈ પેટે આપણે ૫,૦૦૦,૦૦૦ પાઉંડ આપ્યા. પરંતુ હિંદુસ્તાન સ્વતંત્ર નથી તેમ જ, આ લડાઈ કે જેને માટે હિંદુસ્તાનને લોકાય જરા પણ જવાબદાર નથી, તથા જે લડાઈ યુરોપની આપણી નીતિ તેમ જ કૃત્યને કારણે ઊભી થઈ છે, તેનું તમામ ખર્ચ હિંદુસ્તાનના લોકો, કે જેમને તેમના રાજતંત્રમાં જરાય પ્રતિનિધિત્વ નથી, તેમને માથે આપણે નાખવા માગીએ છીએ.” મિ. કૅસેટ પછી ઊભા થયેલા મિ. લૅડસ્ટને પણ ભારપૂર્વક જણાવ્યું કે, “આપણે હિંદુસ્તાન તરફ કોઈ લડાઈ ઊભી કરી હોય, કે જેને આપણી સરકાર જ “ સામ્રાજ્યનાં કારણે થયેલી લડાઈ' તરીકે ઓળખાવે છે, તેના ખર્ચનો સાર સરખે ભાગ ઉપાડવાની જવાબદારીમાંથી આપણે કેમ કરીને છટકી શકીએ, સિવાય કે આપણે બળજબરીનો કાયદો અને દલીલ વાપરીને તેનું બધું ખર્ચ હિંદુસ્તાનને માથે ભારીએ ?”
આ બધું છતાં ઇંગ્લંડે તે લડાઈને કુલ ૨૧,૦૦,૦૦૦ પાઉંડના ખર્ચમાંથી માત્ર ૫,૦૦૦,૦૦૦ પાઉંડને જ ભાગ આપ્યો. ત્યાર પછી પણ કેટલાય પ્રસંગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org