________________
૧૨૭
હિંદુસ્તાનની ગરીબાઈ અન્યાય કરી બેસતી હોય, ત્યારે લોકનિયુક્ત આઠ સભ્યો જરૂર તેની સામે પિકાર કરી, તેને તે અન્યાય કરતી અટકાવે. આમ સત્તાધારી તો સરકાર પોતે જ હશે, પરંતુ કાન ચૂંટેલા સભ્યો લોકોની માન્યતાઓ, માગણીઓ અને ફરિયાદ તેને સંભળાવતા રહેતા હોવાથી, તે પોતે ઘણી ફિકરચિંતા, ભૂલો અને જવાબદારીમાંથી મુક્ત થઈ શકશે. ઉપરાંત લેકનિયુક્ત સભ્યોને પણ ધીમેધીમે બંધારણીય રાજકારભારની કેળવણી મળશે. સત્તાની કશી આશા ન હોવાથી તેમને છકી જવાનું પ્રલોભન પણ નહીં રહે, તેમ જ તેમને પોતાની હાજરીની જરૂર સરકાર આગળ સાબિત કરતા રહેવાની હોવાથી તેઓ બહુ કાળજીથી તેમ જ અક્કલથી કામ લેશે. કાંઈ નહીં તે તેઓ કશું નુકસાન તો નહીં જ કરી શકે. ધારાસભાઓમાં આવા લોકનિયુક્ત તત્ત્વ વિના, અંગ્રેજ લોકો, કે જે અત્યારે લોકાથી વધુ ને વધુ અતડા બનતા જાય છે, તેઓ લોકોની જરૂરિયાતો સમજીને સાચી લાગણીથી કાયદા નહીં જ ઘડી શકે. .
પરંતુ એના કરતાં પણ બીજી એક વસ્તુસ્થિતિ તરફ લંડ દુર્લક્ષ કરી શકે તેમ નથી. ઇંગ્લંડની પાછળ તેણે અત્યાર સુધી પ્રજાકીય બંધારણની પ્રાપ્તિ માટે લડેલી લડાઈઓને ચાલુ ઈતિહાસ છે. પરંતુ, હવે તે પોતે જ હિંદુસ્તાનમાં એ અંગ્રેજોને વર્ગ ઊભો કરતું જાય છે કે, જેિ જુલમ અને ત્રાસની રાજનીતિ શીખેલો હોય છે. તે વર્ગમાં અધીરાઈ, અભિમાન અને તુચ્છકારની જ લાગણીઓ જડાઈ ગયેલી હોય છે; તેમ જ બંધારણ કરતાં બંધારણના ઢોંગથી જ તેઓ વધુ ટેવાયેલા હોય છે. હવે હું એ પ્રશ્ન પૂછું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org