SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદી વજીરની કચેરીને જવાબ–૨ ૧૧૯ આપણને બહાદુર, શક્તિશાળી અને મહત્ત્વાકાંક્ષી વ્યક્તિએ જોવા મળે છે. તેમનો પોતપોતાના વર્ગો ઉપર ભારે કાબૂ તેમ જ લાગવગ હોય છે. પરંતુ તે લોકો ઉપર આપણે વિશ્વાસ મૂકતા નથી, કે તેમને કામમાં લેતા નથી એટલે તેઓ આપણા રાજ્યના દુશ્મન જ રહેવાના. . . . પરિણામે, તેવા લોકોને આપણે સત્તાના દુશ્મન ગણીને કાં તો કચરી નાખવા જોઈએ, કે તેમને ઉત્તેજન અને પ્રેરણા આપીને આપણી સત્તા જમાવવાના સાધનરૂપ બનાવવા જોઈએ. જે પહેલી રીત જ અખત્યાર કરવી હોય, તો આપણે જેટલી દઢતાથી તેમ કરીએ તેટલી આપણી સલામતી વધારે. પરંતુ હું કબૂલ કરું છું કે, તેમ કરવામાં આપણે સફળ નીવડીશું એવો મને વિશ્વાસ નથી. કારણ કે, તમે એકને દબાવવા જશે ત્યાં બીજા સત્તર ઊભા થવાના. હિંદુસ્તાનની આટલી મોટી તેમ જ વિવિધ પ્રકારની વસ્તીમાંથી હરહંમેશ નવી નવી શક્તિ અને આકાંક્ષા ઊભાં થયાં જ કરવાનાં, તેમને દબાવવાનો પ્રયત્ન કરે એ ગંગાના પૂરને રોકવાનો પ્રયત્ન કરવા જેવું છે.” આજની સ્થિતિમાંથી તો એક જ પરિણામ આવી શકે તેમ છે કાં તો મનરે કહે છે તેમ આખી પ્રજાની અવનતિઃ એટલે કે પ્રજામાંથી દરેક પ્રકારના સાચા ડહાપણું, અનુભવ, ખાનદાની અને સ્વદેશની સેવા કરવાની મહત્વાકાંક્ષાને સદંતર નાશ; અથવા તો જે તંત્ર નવા જ્ઞાનને પ્રચાર કરી રહ્યું છે, તેની સામે જ તેનો ઉપયોગ. સર જોન માલકમ કહે છે તેમ : ‘આપણે હિંદુસ્તાનમાં કેળવણીના પ્રચારની આ યોજનાઓ કરીએ છીએ, તેની સાથે સાથે, જે લોકોને આપણે કેળવીશું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy