SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ હિંદુસ્તાનની ગરીબાઈ દેશની કુલ પેદાશમાં કશો નવો ઉમેરો થતો નથી, પણ માત્ર હાથફેર થાય છે, એ સમજાય તેવું છે. ચેથા ફકરામાં મિ. ડેન્ગસ મને પૂછે છે કે, તમારા કહ્યા પ્રમાણે જે લેકોની માથાદીઠ આવક ૨૦ રૂપિયાની હાય, અને સામાન્ય મજૂરનું ખર્ચ પણ માથાદીઠ ૩૪ રૂપિયા હોય, તો પછી લોકો જીવે છે શી રીતે ? પરંતુ, સાચી વાત એ છે કે, એ સવાલ તે હું જ સરકારને પૂછું છું. જે મેં જણાવેલા કુલ પેદાશના આંકડા સાચા હોય, અને મિ. ડેન્ગર્સ બીજી કોઈ રીતે તેને જૂઠા પાડી શકતા ન હોય, તો પછી, ઊલટું સરકારે મને તેમ જ દુનિયાને જવાબ આપવાનો રહે છે કે, તેમના રાજ્યમાં લેકે જીવે છે કેમ કરીને ? તેમ જ દેશની વાર્ષિક પેદાશમાંથી લોકોનું વાર્ષિક ખર્ચ નીકળતું ન હોય, અને તે માટે તેમને દેશની મૂળ મૂડી ઉપર ચાલું હાથ નાખ્યા કરવો પડતો હોય, તો સમગ્ર દેશ પણ કેટલો વખત આવશે ? ઉપરાંત, એ સ્થિતિમાં સરકારને કાંઈ કરવાપણું પ્રાપ્ત થાય છે કે કેમ ? હિંદુસ્તાન એવો ફળદ્રુપ તેમ જ વિશાળ દેશ છે કે, તેના લોકોનાં ખંત અને મહેનત વડે તેમ જ આધુનિક વિજ્ઞાનની દોરવણી વડે તે એટલી સંપત્તિ પેદા કરી શકે તેમ છે કે, તેમાંથી સરકારને પોતાને અત્યારની નજીવી મેહેસૂલ કરતાં બે કે ત્રણગણું વધારે મહેસૂલ મળી શેક; તેમ જ લેકો પણ આનંદપૂર્ણ સુખસમૃદ્ધિમાં રહી, દેશની બધી અણખેડાયેલી આર્થિક શક્યતાઓને ખેડી શકે. તેને બદલે સરકારને પોતાની મહેસૂલને છ ભાગ ચીન જેવા દેશની એક બીજી મોટી પ્રજાને અફીણ ખવરાવીને જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy