SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદી વજીરની કચેરીને જવાબ– ૧૦૯ રેલવેથી દેશની સંપત્તિમાં સાચે જ નવો વધારે થાય છે કે કેમ, તે આપણે જોઈએ. ધારો કે, પંજાબમાં ૧૦૦ મણ ઘઉ છે; અને તેની કિંમત ખેડૂતને ૧૦૦ રૂપિયા મળે છે. હવે ધારે છે, તે ઘઉં રેલવે દ્વારા મુંબઈ ગયા. ત્યાં તેના રૂ. ૧૨૫ ઊપડ્યા. હવે મિ. ડેન્ગસ એમ કહેવા માગે છે કે, આ પ્રમાણે રેલવે દ્વારા ઘઉનો હાથબદલો થવાથી દેશની સંપત્તિમાં ૨૫ રૂપિયાનો વધારો થયે. પરંતુ તેમ કેવી રીતે કહી શકાય ? કારણ કે, ૧૦૦ મણ ઘઉં પંજાબમાં હતા, અને ૧૨૫ રૂપિયા મુંબઈમાં હતા. રેલવે મારફત ઘઉંની ફેરબદલ થવાથી પંજાબના ખેડૂતને તો તેના ૧૦૦ રૂપિયા મળ્યા; અને બાકીના ૨૫ રૂપિયા એ ઘઉં મુંબઈ વેચનાર દલાલે અને રેલવેવાળાઓએ વહેંચી લીધા. તેમાં દેશની સંપત્તિમાં નવો શો વધારે થયો? ઘઉંને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવામાત્રથી જ જે સંપત્તિમાં વધારો થતો હોય. તો તો લોકોએ પોતાની બધી પેદાશ રેલવે મારફતે એક ઠેકાણેથી બીજે ઠેકાણે ફેરવ્યા કરવી; જેથી રેલવેનાં જાદુઈ ચક્ર મારફતે દેશની સંપત્તિ વયા કરશે; અને કોઈને કાંઈ કામધંધો કરવાની જ જરૂર નહીં રહે ! હવે, મિ. ડેન્ચર્સે જણાવેલી “ સરકારી જામીનગીરીઓવાળી રકમના વ્યાજની” આવક તપાસીએ. ધારો કે મારી પાસે ચાર ટકા વ્યાજનાં લાખ રૂપિયાનાં સરકારી કાગળિયાં છે. તે કાગળિયાં પિતામાંથી ધન, ધાન્ય કે બીજું કાંઈ પેદા નથી જ . થવાનું. તે કાગળિયાંને અર્થ માત્ર એટલું જ છે કે, સરકાર દર વર્ષે મને ૪૦૦૦ રૂપિયા આપશે, અને તે પણ જાદુથી ઉત્પન્ન કરીને નહીં; પણ દેશની મહેસૂલમાંથી. એ મહેસૂલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005195
Book TitleHindusthanni Garibai
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy