________________
૫૧ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ વર્ષની ઉમરના ગજરાજ જેવો બળવાન તથા દુર્ધર્ષ હોય છે; તીર્ણ શીંગડાંવાળા, મજબૂત ખૂધવાળા તથા ગાયોના ધણના સ્વામી વૃષભની પેઠે તે (શાસ્ત્રજ્ઞસમૂહમાં) વિરાજે છે; તીક્ષ્ણ દાઢવાળા, ઉત્કટ, દુધર્ષ તથા સર્વ જાનવરમાં શ્રેષ્ઠ સિંહ જેવો તે (શ્રેષ્ઠ) હોય છે; શંખ, ચક્ર અને ગદાધારી પરાક્રમી વીર વાસુદેવની પેઠે તેનું બળ પણ અખલિત હોય છે; ચાર સેનાએવાળા અને ચૌદ રત્નો વાળા ચક્રવતની પેઠે તે મહા ત્રાદ્ધિશાળી હોય છે; હજાર નેત્રવાળા, વાયુધ, દેવોના અધિપતિ તથા પુર રાક્ષસના સંહારક શક્ર જેવો તે (શત્રુને અભિભવ કરનારે) હોય
૧. મૂળ : ષષ્ઠીહાયન. કૌટિલ્ય (૧૩૬–૧૫) તો ર૪ વર્ષના હાથીને ઉત્તમ કહેલ છે. બૌદ્ધ ગ્રંથોમાં તથા મહાભારતમાં પણ ૬૦ વર્ષના હાથીને માટે ષષ્ઠીહાયન શબ્દ વપરાયેલો મળે છે.
૨. પાંડવો, કૃષ્ણ, બલરામ, દ્રૌપદી વગેરેવાળું જૈન મહાભારત પણ છે. તે માટે જુઓ આ માળાનું “ધર્મકથાઓ” પુસ્તક, અધ્ય૦ ૧૬.
૩. હાથી, ઘોડા, રથ અને મનુષ્યની.
૪. સેનાપતિ, ગૃહપતિ, પુરોહિત, હાથી, ઘોડો, સુતાર, સ્ત્રી, ચક્ર, છત્ર, ચમ (હેડીના કામમાં આવે તેવું ચામડુ), મણિ, કાકિની (ગુફામાં પ્રકાશ કરનાર રત્ન), તરવાર અને દંડ એ ચૌદ રત્નો ચક્રવર્તી ને હોય છે. બૌદ્ધ પરંપરામાં સામાન્ય રીતે, ચક્ર, ગજ, તુરગ, મણિ, સ્ત્રી, ગૃહપતિ અને સેનાપતિએ સાત જ છે.
૫. ટીકાકાર જણાવે છે કે, ઇદ્રને પાંચસે મંત્રી છે; તેમની ૧૦૦૦ આંખે તેના જ કામમાં આવતી હોવાથી તે હજાર આંખેવાળે કહેવાય છે. કૌટિલ્ય (૨૯-૧૦) જણાવે છે કે, ઇદ્રને ૧૦૦૦ ત્રષિઓ મંત્રીરૂપે છે; તેથી તે તેની હજાર આંખે કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org