________________
૧૧ઃ સાચે શાસ્ત્રજ્ઞ. છે; અંધકારનો નાશ કરનારા ઊગતા સૂર્યની પેઠે તે તૈજથી જ્વલંત હોય છે; નક્ષત્રથી વીંટળાયેલા, તારાઓના પતિ, પૂનમના ચંદ્ર જેવો તે પરિપૂર્ણ હોય છે તથા સહિયારી મિલકત રાખનારા સામાજિકોને સુરક્ષિત તથા વિવિધ ધાન્યથી પરિપૂર્ણ કાઠાર જેવો તે સુરક્ષિત તથા વિવિધ ગુણથી ભરેલો હોય છે. જંબુદ્દી૫ ના અધિપતિ દેવના સ્થાનક તથા બધાં વૃક્ષમાં શ્રેષ્ઠ એવા સુદર્શન નામના જંબુવૃક્ષ જેવો; હંમેશાં પાણીવાળી, સાગરને મળનારી, નીલપર્વતમાંથી નીકળતી તથા બધી નદીઓમાં શ્રેષ્ઠ એવી સીતા નામની નદી જે; તથા વિવિધ ઔષધિઓથી દેદીપ્યમાન, મહાન તથા બધા પર્વતમાં શ્રેષ્ઠ મંદરગિરિ જેવો તે (સર્વમાં શ્રેષ્ઠ) હોય છે, તેમજ અખૂટ પાણીવાળા તથા વિવિધ રનોથી પરિપૂર્ણ એવા સ્વયંભૂરમણ સમુદ્ર જેવો (ગુણથી અખૂટ તથા પરિપૂર્ણ ) હોય છે. સમુદ્ર જેવા ગંભીર, મનથી પણ જીતવાને અશક્ય, નીડર, દુuધર્ષ, વિપુલ શાસ્ત્રજ્ઞાનથી પરિપૂર્ણ તથા સ્વ-પરનું
૧. મૂળ : પૂર્ણ માસી. મહિને જે દિવસે પૂરો થાય તે દિવસ. આપણે ત્યાં અમાવાસ્યાએ મહિનો પૂરો થયેલે ગણાય છે.
૨ જુઓ પ્રકરણને અંતે ટિપ્પણુ નં. ૧, પા. ૫૮.
૩. મૂળમાં “અનાદ્વિઅ દેવ” એવું છે. ટીકાકાર જણાવે છે કે, “અનાદત” એ દેવનું નામ છે.
૪. જુઓ ટિપ્પણ નં. ૧, પા. ૫૮.
૫ જુઓ ટિપ્પણ નં. ૧. સ્વયંભૂ -વિષ્ણુ જેમાં સૂવે છે તે સમુદ્ર ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org