SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ અને તે નિર્વાણ પામી શકતો નથી : તે વારંવાર ગુસ્સે થઈ જાય છે; તેનો ક્રોધ ઝટ શમતો નથી; કેાઈ તેની સાથે મિત્રતાથી બોલવા જાય, પણ તે તેને તિરસ્કાર કરે છે; શાસ્ત્ર ભણીને તે અભિમાન કરે છે; બીજાના દોષેનાં તે ખેતરણાં કરે છે; મિત્રો ઉપર પણ તે ગુસ્સે થઈ જાય છે; પિતાના પ્રિય મિત્રનું પણ પીઠ પાછળ ભૂંડું બોલે છે; કોઈ પણ બાબતમાં ઝટ સોગંદ ખાય છે; મિત્રને પણ દ્રોહ કરે છે; અહંકારી હોય છે; લુબ્ધ હોય છે; ઈયિનિગ્રહી નથી હોત; એકલપેટે હોય છેઅને બધાને અપ્રીતિકર હોય છે. [૯] નીચેનાં પંદર કારણથી બુદ્ધિમાન માણસ સુવિનીત કહેવાય છે. તે અનુદ્દત હોય છે; ચાંપલોડ નથી હોત; કપટી નથી હોતો; કુતૂહલી નથી હોતો; કાઈનો તિરસ્કાર નથી કરતો; તેનો ક્રોધ ઝટ ઊતરી જાય છે; મિત્રતાથી વર્તનાર પ્રત્યે તે સદ્ભાવ રાખે છે; શાસ્ત્ર ભણીને તે અભિમાન નથી કરતો; તે અહંકારી નથી હોત; કાઈને દેનાં તે ખોતરણ નથી કરતો, મિત્રો ઉપર તે ગુસ્સે નથી થતો; અપ્રિય મિત્રનું પણ પીઠ પાછળ ભલું જ બોલે છે, ટટફિસાદ ૧. મૂળઃ પ્રતિજ્ઞાવાદી. “પ્રકીર્ણ વાદી” એ પાઠ લઈ ગમે તેમ લવારો કર્યા કરનાર એ અર્થ પણ લેવાય. ૨. મૂળ : અસંવિભાગી. ૩. મૂળ : નીચવત. * ૪. મૂળ : અચપલ. પ. મૂળઃ કલહ (વાચિક ઝઘડે) અને ડમર (એટલે કે મારામારી ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy