________________
મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ હવે, દેવેદ્ર પિતાનું બ્રાહ્મણરૂપ તજી દીધું અને પિતાનું મૂળ રૂપ ધારણ કરી તથા રાજાને નમન કરીને, તે નીચેનાં મધુર વચનોથી તેની સ્તુતિ કરવા લાગે ! [૫૫
“હે રાજા, તને ધન્ય છે ! તે ક્રોધને જીત્યો છે, માનનો ઉપરાભવ કર્યો છે, માયાને દૂર કરી છે, અને લેભને વશ કર્યો છે. તારી સરળતાને ધન્ય છે ! તારી મૃદુતાને ધન્ય છે ! તારી ઉત્તમ શાંતિને ધન્ય છે ! અને તારી ઉત્તમ મુક્તિને ધન્ય છે ! હે મહાનુભાવ! આ લેકમાં તો તું ઉત્તમ છે જ; પરંતુ મરીને પણ તું ઉત્તમ થવાનો છે ! કારણ કે, સર્વ પ્રકારની મલિનતાથી રહિત એવો તું જરૂર સિદ્ધિને પામીશ; કે જે બધા લોકોમાં સર્વોત્તમ પદ છે.” [૫૬-૮]
આ પ્રમાણે ઉત્તમ શ્રદ્ધાથી તે રાજાની સ્તુતિ કરતો દેવેંદ્ર તેની પ્રદક્ષિણા કરતો કરતો તેને ફરી ફરી નમસ્કાર કરવા લાગ્યો. ત્યાર બાદ તે મુનિવરના ચક્ર અને અંકુશનાં લક્ષણવાળા ચરણેને નમીને, કંપતાં કુંડળ અને મુકુટવાળા તે ઈદ્ર આકાશમાં ચાલ્યા ગયે. [૫૯-૬ ૦]
આમ સાક્ષાત ઈદ્રથી ઘેરાવા છતાં વિદેહાધિપતિ -નમિ રાજાએ પિતાની જાતને ડગવા દીધી નહિ, તથા ગૃહત્યાગ કરી કણપણું સ્વીકાર્યું. બુદ્ધિમાન, પંડિત અને કુશળ પુરુષો એમ જ કરે છે; અને ભાગમાંથી નિવૃત્ત થાય છે. [૬૧-૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org